ગેસ લિકેજ થયા બાદ બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા
ત્રણની હાલત ગંભીર, ધડાકાના કારણે દીવાલ અને બારી બારણા તૂટી ગયા; સુરતના પુણા ગામનો બનાવ

ગેસ લિકેજ થયા બાદ બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા

ગેસ લિકેજ થયા બાદ બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા
સુરતના પુણા ગામમાં આજે (મંગળવારે) વહેલી સવારે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 6 લોકો દાઝી ગયા છે. ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે વહેલી સવારે ઘોર નિંદ્રામાં સૂતા લોકો પણ ઉઠી દોડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
સુરતના પુણા ગામમાં આવેલી રાધે કૃષ્ણ સોસાયટીમાં એક ઘરમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. સિલિન્ડર બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસ વિસ્તારના લોકો ઉંઘમાંથી જાગી ગયા હતા અને અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં 6 લોકો દાઝી ગયા છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી.
સ્થાનિક રહીશો દ્વારા સિલિન્ડર બ્લાસ્ટના બનાવની ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સના માધ્યમથી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.