શ્વાનના ઝુંડનો 4 વર્ષના બાળક ઉપર જીવલેણ હુમલો
સુરતમાં બાળક પર જીવલેણ હુમલા બાદ હાલત ગંભીર થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ- માતાનું આક્રંદ

શ્વાનના ઝુંડનો 4 વર્ષના બાળક ઉપર જીવલેણ હુમલો

શ્વાનના ઝુંડનો 4 વર્ષના બાળક ઉપર જીવલેણ હુમલો
દેશમાં અગાઉથી જ ચાલતા રખડતા કૂતરાના વિવાદ વચ્ચે સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના સચિન વિસ્તારમાં આવેલી ઇકો ડાયમંડ પાર્ક નજીક એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે.
4 વર્ષના માસૂમ બાળક શિવરાજ ઉર્ફે શિવાય રાજેશ પ્રજાપતિ પર 4થી 5 જેટલાં શ્વાનોના ટોળાએ અચાનક જીવલેણ હુમલો કર્યો હતો. બાળક તેના પિતા સાથે કંપની નજીક હતો, ત્યારે તે બહાર નીકળી જતાં શ્વાનોએ તેને બચકાં ભરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
બાળકની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામહેનતે તેને શ્વાનોની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બાળકના માથે ગંભીર ઇજાઓ
શ્વાનોના ટોળાએ બાળક શિવાયને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો હતો. આ જીવલેણ હુમલામાં બાળકનું માથું ગંભીર રીતે ફાટી ગયું છે અને તેના શરીર પર પગથી લઈને માથા સુધી 50થી વધુ બચકાંના નિશાન અને ગંભીર ઇજાઓ પહોંચી છે. તબીબોના જણાવ્યા મુજબ, બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે.
સિવિલ મેડીકલ ઓફિસર ડો ,શીતલ ખેરડીયાએ જણાવ્યું કે, શ્વાનના ટોળાએ બાળકના આખા શરીર પર બચકા ભરેલા છે. હાથ, પગ અને પાછળના ભાગમાં ઘણી ઈજાઓ છે અને સૌથી વધુ ઈજા માથાના ભાગે પહોંચી છે. પ્રાથમિક સારવાર બાદ બાળકને સર્જરીની પ્રક્રિયા ચાલુ છે.
આ ઘટના બાદ સિવિલ હોસ્પિટલ પહોંચેલી બાળકની માતા પોતાના દીકરાની હાલત જોઈને આક્રંદ સાથે ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી. બાળકના પિતાના સહકર્મીએ જણાવ્યું કે, 'બહારના કૂતરા થોડા ખતરનાક છે. અમે કામ કરી રહ્યા હતા અને ખબર ન પડી કે આ બાળક ક્યારે બહાર નીકળી ગયું. કૂતરાઓએ તેને બહુ ખરાબ રીતે કરડ્યો છે.'
રખડતા શ્વાનોના હુમલાની આવી ઘટનાઓ માત્ર સુરતમાં જ નહીં, પરંતુ અમદાવાદ સહિત રાજ્યના અન્ય મહાનગરોમાં પણ સામાન્ય બની ગઈ છે. શહેરીજનોને રખડતા શ્વાનની આ સમસ્યામાંથી રાહત મળી નથી. દરરોજ મોટી સંખ્યામાં ડોગ બાઈટના કેસ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નોંધાઈ રહ્યા છે.
નાગરિકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરતી આ ઘટનાને પગલે, મહાનગરપાલિકા દ્વારા આ ખર્ચના પરિણામોની સમીક્ષા કરીને રખડતા શ્વાનોની સમસ્યાના કાયમી નિરાકરણ માટે કડક પગલાં લેવામાં આવે તેવી માગણી હવે વધુ જોર પકડી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?