ઉતરાયણે રાજ્યમાં ધાબા પરથી પડી જવાના 390 બનાવો બન્યા
રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં શારિરીક હુમલાના 443 બનાવો બન્યા, 108 સતત દોડતી રહી

રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં શારિરીક હુમલાના 443 બનાવો બન્યા, 108 સતત દોડતી રહી

રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં શારિરીક હુમલાના 443 બનાવો બન્યા, 108 સતત દોડતી રહી
ઉતરાયણના દિવસે 108 એમ્બ્યુલન્સ રાજ્યભરના રસ્તાઓ પર સતત દોડતી રહી હતી. લોકોએ આખો દિવસ ઉમંગ અને ઉલ્લાસથી ઉતરાયણનું પર્વ મનાવ્યું હતું પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં બનેલી ઘટનાઓ અને પતંગની દોરીના કારણે 6 વ્યક્તિઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. રાજ્યમાં ઉતરાયણના દિવસે પડી જવાના 390 બનાવો નોંધાયા હતા જે સામાન્ય દિવસો કરતા 95 ટકા વધારે હતા જ્યારે શારિરીક હુમલાના 443 બનાવો બન્યા હતા જે સામાન્ય કરતાં 266.12 ટકા વધારે હતા.
વડોદરા જિલ્લામાં ઉતરાયણના દિવસે 325 કેસ નોંધાયા હતા જે 52.58 ટકાનો વધારો દર્શાવે છે. સામાન્ય દિવસોમાં વડોદરામાં સરેરાશ 213 કેસ નોંધાતા હોય છે. ઉતરાયણના દિવસે રાજ્યમાં 4948 કેસ નોંધાયા હતા જે 29.90 ટકાનો વધારો દર્શાવે છે.
ઉત્તરાયણ અને વાસી ઉતરાયણના તહેવારો માટે રાજ્યના 108 એમ્બ્યુલન્સ તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી કારણ કે બંને દિવસોએ ઇમરજન્સી કેસ વધવાના ડબલ ચાન્સીસ હતા.108 એમ્બ્યુલન્સનો સ્ટાફ તથા કન્ટ્રોલરુમનો સ્ટાફ, ડોક્ટરો સહિતનો મેડિકલ સ્ટાફ અને રાજ્યભરની હોસ્પિટલનો તમામ સ્ટાફ ખડેપગે રહ્યો હતો.
ઉતરાયણના દિવસે અમદાવાદમાં 1050 જેટલા ઇમરજન્સી કોલ 108 સિસ્ટમને મળ્યા હતા જે સામાન્ય દિવસે 734 જેટલા મળે છે અને તે દર્શાવે છે કે અમદાવાદમાં ઇમરજન્સી કેસમાં 43.05 ટકાનો વધારો થયો છે. અન્ય શહેરોવી વાત કરીએ તો આણંદમાં ઇમરજન્સી કેસ 119 નોંધાયા હતા જેમાં 26.60 ટકાનો વધારો થયો હતો જ્યારે ભાવનગરમાં 188 ઇમરજન્સી કેસ નોંધાયા હતા જે 48.03 ટકાનો વધારો દર્શાવે છે. દાહોદમાં 221 કેસ નોંધાયા જે 34.76 ટકાનો વધારો દર્શાવે છે જ્યારે પાટનગર ગાંધીનગરમાં ઇમરજન્સી કેસમાં 135 કેસ નોંધાયા હતા જે 60.71 ટકાનો વધારો દર્શાવે છે.
મહેસાણા જિલ્લામાં ઇમરજન્સીના 110 કેસ નોંધાયા હતા જે 71.88 ટકાનો વધારો દર્શાવે છે. પંચમહાલ જિલ્લામાં 141 કેસ નોંધાયા હતા જે 56.67 ટકાનો વધારો દર્શાવે છે. રાજકોટ જિલ્લામાં ઉતરાયણના દિવસે 296 કેસ નોંધાયા હતા જે 37.67 ટકાનો વધારો દર્શાવે છે. સાબરકાંઠામાં 98 કેસ નોંધાયા જે 42.03 ટકાનો વધારો દર્શાવે છે. સુરતમાં 502 કેસ નોંધાયા હતા જેમાં 31.41 ટકાનો વધારો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.