ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર 33 લાખ ખેડૂતોની નોંધણી
ખેડૂતોની નોંધણીમાં નવસારી, ડાંગ અને જૂનાગઢ જિલ્લો અગ્રેસર 66 લાખ સામે 50 ટકા ખેડૂતોના રજિસ્ટ્રેશન સાથે ગુજરાત દેશમાં પ્રથમ

ગુજરાતને મળશે 123.75 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ

ગુજરાતને મળશે 123.75 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ
કેન્દ્ર સરકારની નવતર પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના જમીન રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા 15 ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 66 લાખ ખેડૂત લાભાર્થીઓ પૈકી 33 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. નવસારી જિલ્લો 74 ટકા નોંધણી સાથે રાજ્યમાં પ્રથમ છે. જ્યારે ડાંગ જિલ્લો 71 ટકા સાથે બીજા નંબરે અને 66 ટકા સાથે જૂનાગઢ જિલ્લો ત્રીજા નંબરે છે. 50 ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થતાં ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા 123.75 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મળશે.
ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ હોવાનો દાવો કરાયો છે. ગુજરાતે દેશમાં સૌપ્રથમ 50 ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી “સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્સ’ તરીકે રૂપિયા 123.75 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મળશે. અગાઉ 25 ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ થતાં ભારત સરકાર તરફથી રૂપિયા 82 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોની નોંધણીમાં 74 ટકા કામગીરી સાથે નવસારી જિલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે છે. જ્યારે 71 ટકા નોંધણી સાથે ડાંગ જિલ્લો બીજા ક્રમે અને 66 ટકા નોંધણી સાથે જૂનાગઢ જિલ્લો ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત સુરત અને ભરૂચ જિલ્લામાં પણ 63 ટકા ખેડૂત નોંધણી પૂર્ણ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, ફાર્મર રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ એક 11 ડિજિટની યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે. જેમાં ખેડૂતોની જમીન સહિતની વિવિધ વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ.ડી.ના માધ્યમથી ખેડૂતોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળશે. ભારત સરકારે ગુજરાતમાં ફાર્મર રજીસ્ટ્રી આગામી 25 માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.