ગુજરાતમાં બે વર્ષમાં TBના 2.78 લાખ કેસ
10 હજારથી વધુનાં મોત, સરકારી દાવા 'પોકળ' સાબિત

ગુજરાતમાં બે વર્ષમાં TBના 2.78 લાખ કેસ

ગુજરાતમાં બે વર્ષમાં TBના 2.78 લાખ કેસ
ગુજરાત સહિત દેશભરમાં આગામી 100 દિવસમાં ટ્યૂબરક્યુલોસિસ (TB) નિર્મૂલન ઝૂંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ ટી.બી. નિર્મૂલન ઝૂંબેશના આ દાવા અને વાસ્તવિક્તા વચ્ચે જમીન-આસમાનનું અંતર છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં જ ટી.બી.ના 2.78 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે 10389ના મૃત્યુ થયા છે. આ પૈકી આ વર્ષે જ 4413 વ્યક્તિએ ટી.બી. સામે જીવ ગુમાવ્યો છે. આમ, આ વર્ષની સ્થિતિએ પ્રતિ દિવસે 14 વ્યક્તિએ ટી.બી. સામે જીવ ગુમાવે છે.
ગુજરાતમાં આ વર્ષે 26મી ડિસેમ્બર સુધીમાં ટી.બી.ના 1.34 લાખ કેસ નોંધાઇ ચૂક્યા છે. આમ, દર વર્ષે ટી.બી.ના 1 લાખથી વધુ કેસ નોંધાવવાનો સિલસિલો યથાવત્ છે. વર્ષ 2024માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી સૌથી વધુ 15, 394 કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદ ગ્રામ્યમાં 3,557 કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં આ વર્ષે જ 18,951 કેસ નોંધાઇ ચૂક્યા છે તેમ કહી શકાય. સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં સુરત 15,149 કેસ સાથે બીજા સ્થાને છે.
યુવાનોમાં ટી.બી.ના વધતા જતાં કેસ ચિંતાનો વિષય છે. ડોક્ટરોના મતે, વાળ અને નખ સિવાય ટી.બી. શરીરના કોઈ પણ ભાગને અસર કરી શકે છે. પરંતુ મોટાભાગે ફેફસાંમાં થાય છે, જે પલ્મોનરી ટી.બી. કહેવાય છે. પલ્મોનરી ટીબીનો ચેપ સક્રિય બને તો અંદાજે 90 ટકા કેસમાં તે ફેફસાંને અસર કરે છે, તેના લક્ષણોમાં છાતીમાં દુઃખાવો તથા લાંબા ગાળા સુધી ગળફા સાથેની ખાંસી થાય છે. અંદાજે 25 ટકા લોકોમાં કોઈ લક્ષણ ન પણ જોવા મળે. ક્યારેક લોકોને ગળફામાં થોડું લોહી પડી શકે છે અને બહુ દુર્લભ કિસ્સામાં પલ્મોનરી આર્ટરીમાં ચેપ લાગતા ઘણું વધુ લોહી વહી શકે છે. ગંભીર ટી.બી.માં ફેફસાંના ઉપલા ભાગને વધુ અસર થઈ શકે છે.
15થી 20 ટકા એક્ટિવ કેસમાં ચેપ ફેફસાંની બહાર ફેલાઈ શકે છે. જેનાથી અન્ય પ્રકારનો ટી.બી. થાય છે, જેને એક્સ્ટ્રાપલ્મોનરી ટી.બી. કહેવામાં આવે છે. આ પ્રકારનો ટીબી મોટાભાગે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તથા નાના બાળકોને થાય છે. ટી.બી.ના વધુ ગંભીર અને વ્યાપક પ્રકારને ડિસસેમિનેટેડ ટ્યૂબરક્યુલોસિસ કહે છે જેને જે એકસ્ટ્રાપલ્મોનરી કેસીસમાં આશરે 10 ટકા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.