1 એપ્રિલથી દેશમાં લાગુ થયા 15 મોટા ફેરફાર
કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹૨૧૮ સુધી મોંઘો થયો; રેલ ટિકિટ કેન્સલેશન, ફાસ્ટેગ અને ઇનકમ ટેક્સના

જનતા પર મોંઘવારી અને નિયમોનો મારો

જનતા પર મોંઘવારી અને નિયમોનો મારો
આજે ૧લી એપ્રિલ છે અને તેની સાથે જ દેશમાં નવા નાણાકીય વર્ષનો પ્રારંભ થઈ ગયો છે. દર વર્ષની જેમ આ વખતે પણ ૧લી એપ્રિલથી સામાન્ય જનતાના ખિસ્સા અને દૈનિક જીવનને સીધી અસર કરતા અનેક નિયમો બદલાયા છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત સામાન્ય જનતા માટે મોંઘવારીના આંચકા સાથે થઈ છે, કારણ કે સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે. આ ઉપરાંત રેલવે ટિકિટ કેન્સલેશન, ફાસ્ટેગ, ટોલ ટેક્સ અને ઇનકમ ટેક્સ સંબંધિત નિયમો સહિત કુલ ૧૫ મોટા ફેરફારો આજથી અમલી બન્યા છે.
ગેસ સિલિન્ડર મોંઘો: ખાવા-પીવાનું થશે મોંઘુંનવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹૨૧૮ સુધીનો વધારો કરી દીધો છે. આ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને ₹૨૦૭૮.૫૦ થઈ ગઈ છે. જ્યારે ચેન્નઈમાં તે સૌથી મોંઘો એટલે કે ₹૨૨૪૬.૫૦ માં મળશે.
અસર: કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધવાથી હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોનો ઇનપુટ કોસ્ટ (ખર્ચ) વધી જશે. આવી સ્થિતિમાં રેસ્ટોરન્ટ માલિકો ગ્રાહકો પર આ બોજ નાખી શકે છે, જેનાથી ચા, નાસ્તો અને જમવાની થાળી મોંઘી થઈ શકે છે. આ સિવાય લગ્નસરાની સીઝનમાં કેટરિંગના ભાવ પણ વધી શકે છે.
રેલવે ટિકિટ કેન્સલેશનના નિયમો કડકરેલવે પ્રવાસીઓ માટે આજથી ટિકિટ કેન્સલ કરાવીને રિફંડ મેળવવાના નિયમો બદલાયા છે. હવેથી ટ્રેન છૂટવાના ૮ કલાક પહેલા સુધી જ ટિકિટ રદ કરાવવા પર રિફંડ મળી શકશે. અગાઉ આ સમય મર્યાદા ૪ કલાકની હતી. જોકે, મુસાફરોની સુવિધા માટે રેલવેએ એક છૂટછાટ પણ આપી છે કે યાત્રી ટ્રેન છૂટવાના ૩૦ મિનિટ પહેલા સુધી પોતાનું બોર્ડિંગ સ્ટેશન બદલી શકશે.
અસર: જો તમે સમયસર ટિકિટ કેન્સલ નહીં કરાવી શકો તો તમારા પૈસા ડૂબી જશે. પરંતુ આ કડક નિયમને કારણે છેલ્લી ઘડીએ ટિકિટ કેન્સલ કરનારા દલાલો પર લગામ લાગશે અને સામાન્ય પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ મળવાની સંભાવના વધી જશે.
ફાસ્ટેગ અને ટોલ પ્લાઝા પર ડિજિટલ ક્રાંતિ૧. વાર્ષિક પાસ મોંઘો: નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ ફાસ્ટેગના એન્યુઅલ પાસની કિંમતોમાં ૨.૫% નો વધારો કર્યો છે. હવે વાર્ષિક પાસ માટે ₹૩,૦૦૦ ને બદલે ₹૩,૦૭૫ ચૂકવવા પડશે. આ પાસ કાર ચાલકોને દેશભરના ૨૦૦ ટોલ પ્લાઝા પર રોકાયા વિના મુસાફરી કરવાની સુવિધા આપે છે. ૨. કેશ ટ્રાન્ઝેક્શન બંધ: આજથી તમામ ટોલ પ્લાઝા પર રોકડ (Cash) વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. હવે ટોલ ટેક્સની ચુકવણી ફક્ત ફાસ્ટેગ અથવા UPI જેવા ડિજિટલ માધ્યમોથી જ થઈ શકશે. જો તમારી પાસે ફાસ્ટેગ નથી અથવા બેલેન્સ ઓછું છે, તો મુશ્કેલીથી બચવા માટે UPI એકમાત્ર વિકલ્પ રહેશે.
નવી ગાડીઓ ખરીદવી મોંઘી બનીજે લોકો નવી કાર કે બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે માઠા સમાચાર છે. ૩૧ માર્ચ સુધી કંપનીઓ જૂના સ્ટોક પર ડિસ્કાઉન્ટ અને જૂની કિંમતો પર ગાડીઓ વેચી રહી હતી. પરંતુ આજથી કોમર્શિયલ અને પેસેન્જર વાહનોના ભાવમાં ૨% થી ૩% સુધીનો વધારો થઈ ગયો છે. જો તમે કાર બુક કરી લીધી હોય પરંતુ તેનું ફાઇનલ બિલ ૩૧ માર્ચ સુધી નથી બન્યું, તો તમારે હવે વધેલી કિંમત અને તે મુજબના રજીસ્ટ્રેશન ચાર્જીસ ચૂકવવા પડશે.
ઇનકમ ટેક્સમાં ઐતિહાસિક બદલાવ૧. ટેક્સ યર: આજથી નવો 'ઇનકમ ટેક્સ એક્ટ ૨૦૨૫' લાગુ થઈ ગયો છે. હવેથી વર્ષોથી ચાલ્યા આવતા 'ફાઇનાન્સિયલ યર' (FY) અને 'એસેસમેન્ટ યર' (AY) જેવા ટેકનિકલ શબ્દો ભૂતકાળ બની જશે અને તેની જગ્યાએ માત્ર 'ટેક્સ યર' શબ્દનો ઉપયોગ થશે. આનાથી સામાન્ય કરદાતાઓની મૂંઝવણ દૂર થશે. ૨. નવા ટેક્સ સ્લેબ: સરકારે અગાઉ જાહેર કરેલા નવી ટેક્સ રિજીમના સુધારેલા સ્લેબ આજથી અમલી બન્યા છે. હવે પગારદાર વ્યક્તિઓ (Salaried Class) માટે કલમ 87A હેઠળ ૧૨.૭૫ લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી રહેશે. જ્યારે અન્ય લોકો માટે આ મર્યાદા ૧૨ લાખ રૂપિયા સુધીની રહેશે. ૩. નવા ફોર્મ્સ: અત્યાર સુધી TDS કપાતના પુરાવા માટે મળતા ફોર્મ ૧૬ અને ફોર્મ ૧૬A નું અસ્તિત્વ હવે પૂરું થયું છે. તેની જગ્યાએ હવે વધુ વિગતવાર માહિતી ધરાવતા ફોર્મ ૧૩૦ અને ફોર્મ ૧૩૧ આપવામાં આવશે, જેથી ITR ફાઇલ કરતી વખતે ભૂલો થવાની શક્યતા નહિવત થઈ જશે.
આમ, ૧લી એપ્રિલથી દેશના આર્થિક અને પરિવહન માળખામાં મોટા પાયે ફેરફારો થયા છે, જેની સીધી અસર ગૃહિણીઓથી લઈને ઉદ્યોગપતિઓ સુધી તમામને થશે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.