દહેગામ તાલુકાના ઝાંક ગામની સરકારી શાળા 122 બાળકોને અચાનક જ શું થઇ ગયું ?
122 બાળકોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

122 બાળકોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

122 બાળકોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
દહેગામ તાલુકાના ઝાંક ગામની સરકારી શાળા જે.એમ. દેસાઈ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓમાં અચાનક આંખની તકલીફો જોવા મળતાં ચકચાર મચી ગઈ છે. આંખમાં ખંજવાળ, લાલાશ, બળતરા અને ડબલ વિઝન જેવી સમસ્યાઓથી પીડાતા 225માંથી 122 બાળકોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ તકલીફો શુક્રવાર સાંજથી શરૂ થઇ હતી અને સમય જતાં વધુ વિદ્યાર્થીઓ પર તેની અસર જોવા મળી હતી. સ્થાનિક આરોગ્ય વિભાગ તેમજ કડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો દ્વારા શાળાની તાત્કાલિક મુલાકાત લઇને પ્રાથમિક સારવાર અપાઇ હતી.
સિવિલ હોસ્પિટલમાં બાળકોને રાત્રે તબક્કાવાર દાખલ કરવામાં આવ્યા હતા. તબીબી નિરીક્ષણ બાદ 120 બાળકોને મંગળવાર સવારે રજા આપી દેવાઇ છે, જ્યારે બે બાળકોને હજુ તબીબોની નજર હેઠળ રાખવામાં આવ્યા છે.
સિવિલ તંત્ર દ્વારા બાળકોને ભોજન તથા ચા-નાસ્તાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. રક્ત અને યુરિનના નમૂનાની તપાસો કરવામાં આવી છે અને અત્યારસુધી મળેલા રિપોર્ટ મુજબ કિડની અને લીવર પર કોઈ આડઅસર જોવા મળી નથી.
આ રોગચાળાના સંભવિત સ્ત્રોત અંગે તંત્ર હજુ સ્પષ્ટ નિષ્કર્ષ પર પહોંચ્યું નથી. આરોગ્ય તંત્રે પાણી અને ભોજનના નમૂનાઓ, તેમજ વિદ્યાર્થીઓના રક્ત અને યુરિનના સેમ્પલ્સ એકઠા કરી લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા પણ ચાર નમૂના લેવામાં આવ્યા છે, પરંતુ રિપોર્ટની રાહ જોવી પડી રહી છે.
આ ઘટનાને લઈને લોકોમાં ચિંતા સાથે સાથે વહીવટી તંત્રના પ્રતિસાદ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. 24 કલાકથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં, રોગચાળો કઈ રીતે ફેલાયો તે અંગે કોઇ સ્પષ્ટતા નથી, જે તંત્રની તૈયારી અને જવાબદારી પર પ્રશ્ન ચિન્હ ઉભા કરે છે.
આ પણ વાંચો---
Surat પૂરની સ્થિતિ બાદ સરકારની બેદરકારીથી વધતી આરોગ્યની કટોકટી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!