ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ડુંગળી પકવતા ખેડૂતોને ₹200 પ્રતિ ક્વિન્ટલ સહાય
ખેડૂત દીઠ મહત્તમ 25,000 કિલો (250 ક્વિન્ટલ) ડુંગળીના વેચાણ સુધી આ સહાયનો લાભ મળશે.

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય
ગુજરાત સરકારે રાજ્યના ડુંગળી ઉત્પાદક ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી છે. બજારમાં ડુંગળીના ભાવ નીચા જવાને કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર દ્વારા ₹200 પ્રતિ ક્વિન્ટલની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ સહાયની મહત્તમ મર્યાદા ખેડૂત દીઠ ₹50,000 નિર્ધારિત કરવામાં આવી છે.
સહાયની વિગતો અને પાત્રતાકૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, એપ્રિલ અને મે 2025 દરમિયાન રાજ્યની APMC (એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) માં ડુંગળીનું વેચાણ કરનાર ખેડૂતો આ સહાય માટે પાત્ર બનશે. ખેડૂત દીઠ મહત્તમ 25,000 કિલો (250 ક્વિન્ટલ) ડુંગળીના વેચાણ સુધી આ સહાયનો લાભ મળશે.
ઉંચા ઉત્પાદન અને બજારભાવની સમસ્યામંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, રવિ સિઝન 2024-25 દરમિયાન ગુજરાતમાં આશરે 93,500 હેક્ટર વિસ્તારમાં ડુંગળીનું વાવેતર થયું હતું, જે સામાન્ય વિસ્તાર કરતાં ઘણું વધારે હતું. પરિણામે, રાજ્યમાં અંદાજિત 248.70 લાખ ક્વિન્ટલ જેટલું પુષ્કળ ડુંગળીનું ઉત્પાદન થયું હતું. આ વધુ પડતા ઉત્પાદનના કારણે APMC માં ડુંગળીની આવક ખૂબ વધી ગઈ, જેના પરિણામે લાલ અને સફેદ ડુંગળીના ભાવ ઉત્પાદન ખર્ચ કરતાં પણ નીચે આવી ગયા.
સરકારી પહેલ અને ફાળવાયેલ ભંડોળઆવી પરિસ્થિતિમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે, ભારત સરકારની માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ પ્રાઇઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત આ આર્થિક સહાય આપવામાં આવશે. રાજ્ય સરકારે આ યોજના માટે કુલ ₹124.36 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે. આનાથી રાજ્યના આશરે 90,000 જેટલા ખેડૂતોને સીધો લાભ મળશે.
અરજી પ્રક્રિયા અને અમલીકરણડુંગળી પકવતા ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ આપીને સરકારે આ નિર્ણય લીધો છે. સહાય મેળવવા ઈચ્છુક ખેડૂતોએ આવતીકાલ, 1 જુલાઈથી આગામી 15 જુલાઈ, 2025 સુધીમાં આઇ-ખેડૂત 2.0 પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો અમલ કૃષિ વિભાગ હેઠળની બાગાયત નિયામકની કચેરી દ્વારા કરવામાં આવશે.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો રાજ્યના ખેડૂતો વતી આભાર વ્યક્ત કર્યો હતો. આ નિર્ણયથી ડુંગળી ઉત્પાદક ખેડૂતોને મોટી રાહત મળશે અને તેમને આર્થિક સંકટમાંથી બહાર આવવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?