ગોવિંદા સાથેના સંબંધો પર પત્ની સુનીતાનો ખુલાસો
40 વર્ષના સંબંધો અને બદલાતા વર્તન પર સુનીતા આહુજાએ વ્લોગમાં મન મૂકીને કરી વાત

ગોવિંદા પત્ની સુનીતા આહુજા

ગોવિંદા પત્ની સુનીતા આહુજા
બોલિવૂડના 'ચીચી' એટલે કે ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અવારનવાર છૂટાછેડાની અફવાઓ વચ્ચે સુનીતાએ તેના નવા વ્લોગમાં પતિ સાથેના સંબંધો અને જીવનના ઉતાર-ચઢાવ વિશે કેટલીક ચોંકાવનારી વાતો શેર કરી છે.
બાળપણનો પ્રેમ અને બદલાયેલું વર્તન :
સુનીતાએ ગોવિંદાને પોતાનો બાળપણનો પ્રેમ ગણાવ્યો છે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું કે જો ગોવિંદા તેના નિયમો મુજબ જીવન જીવે અને પોતાના વર્તનમાં સુધારો કરે તો જ તે માફી વિશે વિચારશે. સુનીતાનું કહેવું છે કે હવે તે ખોટી વાતો સહન કરવાના મૂડમાં નથી.
માતાના અવસાન બાદ આવ્યું પરિવર્તન :
વ્લોગમાં સુનીતાએ ખુલાસો કર્યો કે ગોવિંદા અગાઉ તેની માતાથી ડરતો હતો અને શિસ્તમાં રહેતો હતો. પરંતુ માતાના નિધન પછી તે એકદમ બેફિકર બની ગયો છે અને પોતાની મરજી મુજબ વર્તે છે. સુનીતાએ વધુમાં ઉમેર્યું કે ગોવિંદાની આસપાસના લોકોની સંગત પણ યોગ્ય નથી, જેના કારણે તેની નિર્દોષતાનો અનેક લોકોએ ફાયદો ઉઠાવ્યો છે.
મેનોપોઝ અને માનસિક સ્વાસ્થ્ય પર ભાર :
પોતાની અંગત તકલીફો વિશે વાત કરતા સુનીતાએ જણાવ્યું કે તે હાલમાં મેનોપોઝના તબક્કામાંથી પસાર થઈ રહી છે. આ ઉંમરે તેને માનસિક તણાવ કે દબાણ નહીં, પરંતુ પતિ અને બાળકોના મજબૂત ટેકાની જરૂર છે. 40 વર્ષ લાંબા સંબંધોને કારણે તે ભાવુક ચોક્કસ છે, પરંતુ હવે તેણે પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે અને તેનું હૃદય મજબૂત થઈ ગયું છે.
મહિલાઓને મજબૂત બનવા સંદેશ :
સુનીતાએ અન્ય મહિલાઓને પણ પોતાના અધિકારો માટે લડવાની સલાહ આપી છે. તેણે કહ્યું કે અગાઉ વડીલોના સન્માન ખાતર તે ચૂપ રહેતી હતી, પરંતુ હવે તે કોઈના ડરમાં જીવવા માંગતી નથી. તે સત્ય બોલવામાં માને છે અને પોતાના આત્મસન્માન સાથે સમાધાન કરવા તૈયાર નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી