ધુરંધર 2માં સલમાન ખાનની એન્ટ્રીનું સત્ય શું છે?
ટીઝર પહેલા સંજય દત્ત અને અર્જુન રામપાલ સાથે સલમાન ખાનની તસવીર વાયરલ, જાણો AIનો આ મોટો ખેલ

સલમાન ખાન વાયરલ ફોટો

સલમાન ખાન વાયરલ ફોટો
બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધુરંધર 2' ના ટીઝરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારા સમાચારે ચાહકોમાં ઉત્તેજના વધારી દીધી છે. ઇન્ટરનેટ પર એક તસવીર તેજીથી વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સુપરસ્ટાર સલમાન ખાન આ ફિલ્મમાં 'મોટા સાહેબ' નું મહત્વનું પાત્ર ભજવી રહ્યા છે.
શું સલમાન ખાન ખરેખર સેટ પર જોવા મળ્યા ?
વાયરલ થયેલી તસવીરમાં સલમાન ખાન, સંજય દત્ત અને અર્જુન રામપાલ સાથે મુંબઈના સેટ પર શૂટિંગ કરતા જોવા મળે છે. પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હાઈ સિક્યોરિટી વચ્ચે ચાલી રહેલા શૂટિંગ દરમિયાન આ લોન્ગ ડિસ્ટન્સ ફોટો લેવામાં આવ્યો છે. આ સમાચાર વાયરલ થતા જ ફેન્સ માનવા લાગ્યા કે પહેલા ભાગમાં જે પાત્રનો વારંવાર ઉલ્લેખ થતો હતો, તે હવે સલમાન ખાન ભજવશે.
તસવીર પાછળનું અસલી સત્ય :
જોકે, આ વાયરલ ફોટોનું સત્ય કંઈક અલગ જ છે. તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ તસવીર અસલી નથી પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવી છે. વાસ્તવમાં, થોડા સમય પહેલા મુંબઈના બેલાર્ડ એસ્ટેટ ખાતે સંજય દત્ત અને અર્જુન રામપાલના શૂટિંગના અસલી ફોટા વાયરલ થયા હતા. કોઈ ટેકનિકલ યુઝરે એ જ અસલી ફોટામાં AI નો ઉપયોગ કરીને સલમાન ખાનને ઉમેરી દીધા છે.
ટીઝરની આતુરતા વધી :
જોકે આ ફોટો ફેક સાબિત થયો છે, પણ સલમાન ખાનની એન્ટ્રીની અફવાએ ફિલ્મ માટે જબરદસ્ત હાઈપ ઉભી કરી દીધી છે. 'ધુરંધર 2' ના મેકર્સે હજુ સુધી સલમાન ખાનની ફિલ્મમાં હાજરી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. હવે જોવાનું એ રહેશે કે ટીઝર રિલીઝ થયા બાદ શું ખરેખર કોઈ મોટું સરપ્રાઈઝ ચાહકોને જોવા મળે છે કે નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી