વિજય-રશ્મિકાના લગ્ન: ઉદયપુરમાં લેશે સાત ફેરા
જાપાનીઝ ભોજન, નો-ફોન પોલિસી અને ખાસ ડેકોરેશન; જાણો 'ગીતા ગોવિંદમ' જોડીના લગ્નની તમામ વિગતો

વિજય રશ્મિકાના લગ્ન

વિજય રશ્મિકાના લગ્ન
દક્ષિણ ભારતીય સિનેમાના લોકપ્રિય કલાકારો વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો બાદ આખરે આ જોડી 26 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. આ લગ્નને લઈને બંનેના ચાહકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લક્ઝરી ડેકોરેશન અને જાપાનીઝ મેનૂ :
લગ્નની ઉજવણીને ખાસ બનાવવા માટે આયોજકોએ કોઈ કસર છોડી નથી. મળતી માહિતી મુજબ, મહેમાનો માટે ખાસ જાપાનીઝ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. રશ્મિકાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં સુંદર રીતે શણગારેલું ટેબલ અને જાપાનીઝ મેનૂ કાર્ડની ઝલક જોવા મળી છે. ડેકોરેશનમાં ગુલાબી અને હળવા લીલા રંગના હાઈડ્રેન્જિયાના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સજાવટને વધુ કુદરતી લૂક આપવા માટે તાજા લીલા સફરજન અને દ્રાક્ષનો પણ ઉપયોગ કરાયો છે, જે સમગ્ર વાતાવરણને લક્ઝરી ગાર્ડન જેવો અનુભવ કરાવે છે.
વેન્યુ અને કડક સિક્યુરિટી :
આ સ્ટાર કપલ સોમવારે જ ઉદયપુર પહોંચી ગયું છે. લગ્નનો મુખ્ય સમારોહ 'મેમેન્ટોસ બાય આઈટીસી હોટલ્સ, એકાયા ઉદયપુર' ખાતે યોજાનાર છે. લગ્નને અત્યંત ખાનગી રાખવા માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. કાર્યક્રમમાં માત્ર પરિવારના સભ્યો અને અંગત મિત્રોને જ આમંત્રણ અપાયું છે. ગોપનીયતા જાળવવા માટે મહેમાનો માટે 'નો-ફોન પોલિસી' લાગુ કરવામાં આવી છે અને તેમની પાસે નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ (NDA) પર પણ હસ્તાક્ષર કરાવવામાં આવ્યા છે, જેથી લગ્નના ફોટા કે વીડિયો પરવાનગી વગર બહાર ન આવે.
ગીતા ગોવિંદમથી શરૂ થઈ હતી સફર :
વિજય અને રશ્મિકાની મુલાકાત વર્ષ 2018માં ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’ના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં તેમની કેમિસ્ટ્રીને પ્રેક્ષકોએ ખૂબ જ વધાવી લીધી હતી. ત્યારબાદ આ જોડી ‘ડિયર કોમરેડ’માં પણ સાથે જોવા મળી હતી. વર્ષો સુધી પોતાના સંબંધોને મીડિયાથી દૂર રાખ્યા બાદ હવે આ જોડી સત્તાવાર રીતે એકબીજાના જીવનસાથી બનવા જઈ રહી છે. લગ્ન બાદ હૈદરાબાદમાં એક ભવ્ય રિસેપ્શન યોજાય તેવી પણ શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી