વિજય દેવરકોંડા અને રશ્મિકાના લગ્નની તૈયારીઓ શરૂ?
એક્ટરના ઘરનો શણગાર અને લગ્નનું કાર્ડ વાયરલ થતા સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ

વિજય રશ્મિકા

વિજય રશ્મિકા
દક્ષિણ ભારતીય સિનેમાના લોકપ્રિય કલાકારો વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના છેલ્લા ઘણા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને સતત હેડલાઈન્સમાં છે. મીડિયા અહેવાલો મુજબ, આ સ્ટાર કપલ ટૂંક સમયમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ શકે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિજય દેવરકોંડાના ઘરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેનું ઘર ફૂલો અને રોશનીથી ઝગમગી રહ્યું છે. આ વીડિયો બાદ ચાહકોમાં અટકળો તેજ બની છે કે લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે.
સોશિયલ મીડિયા પર ફેન્સનો ઉત્સાહ :
બુધવારે વાયરલ થયેલા વીડિયોમાં વિજયના નિવાસસ્થાનને ભવ્ય રીતે સજાવવામાં આવેલું જોઈ શકાય છે. આ દ્રશ્યો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે અભિનંદનનો વરસાદ શરૂ કરી દીધો છે. ઘણા યુઝર્સ આ જોડીને સાથે જોવા માટે આતુરતા વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક તેને લગ્નની ચોક્કસ નિશાની ગણાવી રહ્યા છે. જોકે, હજુ સુધી આ અંગે વિજય કે રશ્મિકા તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
લગ્નનું કાર્ડ અને તારીખ અંગેની વિગતો :
થોડા સમય પહેલા ઇન્ટરનેટ પર એક વેડિંગ કાર્ડ પણ વાયરલ થયું હતું, જેમાં વિજય અને રશ્મિકાના નામનો ઉલ્લેખ હતો. આ કાર્ડ મુજબ, 26 ફેબ્રુઆરી 2026ના રોજ બંને એક ખાનગી સમારોહમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. કાર્ડમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે તેઓ આ ખાસ પળને માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં જ સેલિબ્રેટ કરવા માંગે છે.
શાહી લગ્ન અને નો-ફોન પોલિસી :
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં કોઈ ઐતિહાસિક પેલેસમાં યોજાઈ શકે છે. લગ્નની ગુપ્તતા જાળવી રાખવા માટે 'નો-ફોન પોલિસી' પણ લાગુ કરવામાં આવી શકે છે, જેથી લગ્નની અંગત પળો સોશિયલ મીડિયા પર લીક ન થાય.
રિસેપ્શનનું આયોજન :
લગ્ન બાદ હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારમાં એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવે તેવી શક્યતા છે. આ સેલિબ્રેશનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો હાજરી આપી શકે છે. અંદાજ મુજબ માર્ચના પ્રથમ સપ્તાહમાં આ રિસેપ્શન યોજાઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી