રણવીર સિંહને ધમકી: ઘરની સુરક્ષા વધારાઈ
રોહિત શેટ્ટી બાદ રણવીર સિંહ પાસે કરોડોની ખંડણી માંગવામાં આવી

રણવીર સિંહ

રણવીર સિંહ
મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. પ્રખ્યાત દિગ્દર્શક રોહિત શેટ્ટી બાદ હવે અભિનેતા રણવીર સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે વોટ્સએપ વોઈસ નોટ દ્વારા અભિનેતા પાસેથી કરોડો રૂપિયાની માંગણી કરી છે, જેના પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
સુરક્ષા વધારતા સોસાયટીના સભ્યોમાં ચિંતા :
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલા બ્યુ મોન્ડે એપાર્ટમેન્ટમાં રહે છે. ધમકી મળ્યા બાદ અભિનેતાની સુરક્ષા માટે બિલ્ડિંગના કોમન એરિયા અને જીમમાં સશસ્ત્ર દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. જોકે, આ સશસ્ત્ર ગાર્ડ્સની હાજરીને કારણે સોસાયટીના અન્ય રહીશોમાં ફાળ પડી છે. સોસાયટી કમિટીએ આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત મેમોરેન્ડમ આપીને સ્પષ્ટતા માંગી છે.
સોસાયટીએ પોલીસ સમક્ષ ઉઠાવ્યા સવાલ :
રહેણાંક સંકુલમાં પરવાનગી વગર હથિયારધારી સુરક્ષા ગાર્ડ્સની હાજરીથી સોસાયટીના સભ્યો નાખુશ છે. તેમણે પોલીસ પાસે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર જવાબ માંગ્યો છે:
શું આ ખાનગી સુરક્ષા ગાર્ડ્સ પાસે રહેણાંક વિસ્તારમાં હથિયાર રાખવાનું લાયસન્સ છે?
શું આ તૈનાતી માટે દાદર પોલીસ સ્ટેશનની મંજૂરી લેવામાં આવી છે?
બિલ્ડિંગમાં હાજર પોલીસ કર્મચારીઓની વિગતો અને તેમની ફરજની પ્રકૃતિ શું છે?
વોટ્સએપ વોઈસ નોટ દ્વારા મળી ધમકી :
પ્રાથમિક તપાસ મુજબ, રણવીર સિંહના ફોનમાં અજાણ્યા કોલર્સ બ્લોક હોવાથી આરોપીએ તેના સહાયકને વોટ્સએપ પર વોઈસ મેસેજ મોકલીને ધમકી આપી હતી. પોલીસને શંકા છે કે રણવીર સિવાય અન્ય 8 થી 10 બોલિવૂડ હસ્તીઓને પણ આ પ્રકારની ધમકીઓ મળી હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ફાયરિંગના કેસમાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે, ત્યારે બોલિવૂડ સેલેબ્સ પર વધતા ખતરાએ ચિંતા જન્માવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી