ટીવીજગતના આ કપલે 14 વર્ષ બાદ લીધા છૂટાછેડા!
"રસ્તા અલગ પણ મિત્રતા કાયમ": જયે કહ્યું, 2011માં થયેલા લગ્નનો સત્તાવાર રીતે આવ્યો અંત..

14 વર્ષ બાદ લીધા છૂટાછેડા!

14 વર્ષ બાદ લીધા છૂટાછેડા!
ટીવી ઉદ્યોગના સૌથી ખુશહાલ અને jani યુગલોમાં ગણાતા માહી વિજ અને જય ભાનુશાલીએ તેમના 14 વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકવાની જાહેરાત કરી છે. મનોરંજન જગતમાંથી ફરી એકવાર મનગમતી જોડીના અલગ થવાના સમાચારથી ફેન્સ આશ્ચર્યમાં છે.
પરસ્પર સંમતિ:
જય અને માહીએ સોશિયલ મીડિયા પર એક સંયુક્ત નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે આ નિર્ણય તેમણે ખૂબ જ વિચારીને અને પરસ્પર સન્માન સાથે લીધો છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ અલગ થવા પાછળ કોઈ નકારાત્મક કારણ કે કોઈ "વિલન" નથી.
તેમણે લખ્યું છે કે, "માનસિક શાંતિ અને સારા ભવિષ્ય માટે અમે અલગ થવાનો નિર્ણય કર્યો છે. રસ્તાઓ ભલે અલગ હોય, પરંતુ અમે હંમેશા સારા મિત્રો રહીશું." ચાહકો માટે સૌથી મોટો સવાલ તેમની 6 વર્ષની દીકરી તારાની સંભાળનો હતો. યુગલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ તારાની દેખભાળ 'કો-પેરેન્ટિંગ' દ્વારા સાથે મળીને કરશે.
આ ઉપરાંત, તેઓ તેમના દત્તક લીધેલા બાળકોની જવાબદારી પણ સંયુક્ત રીતે નિભાવશે. વર્ષ ૨૦૧૧માં લગ્ન કરનાર આ જોડીએ લગ્ન પહેલા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા, જેને કારણે તેમના અલગ થવાના સમાચારથી ચાહકો ભાવુક થઈ ગયા છે.
અગાઉ ઓક્ટોબર 2025માં જય અને માહીના છૂટાછેડાના સમાચારે વેગ પકડ્યું હતું. તમામ વ્યક્તિઓએ આ વાતને સત્ય પણ માની લીધી હતી ત્યારે જયે એક પોસ્ટ દ્વારા ખાલી ખોટી આફ્વાઓ ફેલવાવવા બંધ કરવાની અપીલ કરી હતી અને વધુ અફવાની સામે કોર્ટમાં જવાની ધીમી ધમકી પણ આપી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, માહી વિજ 9 વર્ષના વિરામ બાદ 'સહર હોને કો હૈ' શો દ્વારા ટીવી પર પરત ફરી છે, જ્યારે જય ભાનુશાલી હાલમાં વિદેશ પ્રવાસે છે. આ કપલે તેમના અંગત જીવનના આ મુશ્કેલ સમયમાં મીડિયા અને ચાહકોને પ્રાઈવસી જાળવવાની અને તેમના નિર્ણયનું સન્માન કરવાની વિનંતી કરી છે.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ

કોર્ટથી ‘સુગર ડેડી’ વિવાદ સુધી, આખરે શું ચાલી રહ્યું છે?