આ 5 રશિયન વેબ સિરીઝ ચોક્કસ જોવી જોઈએ
ક્રાઈમ, થ્રિલર અને હિસ્ટોરિકલ ડ્રામાના શોખીનો માટે રશિયાની આ હિટ વેબ સિરીઝ છે બેસ્ટ ઓપ્શન

બેસ્ટ રશિયન વેબ સિરીઝ લિસ્ટ

બેસ્ટ રશિયન વેબ સિરીઝ લિસ્ટ
જો તમે હોલીવુડ અને બોલીવુડ સિવાય કંઈક અલગ અને પ્રભાવશાળી વાર્તા જોવા માંગતા હોવ, તો રશિયન વેબ સિરીઝ એક ઉત્તમ વિકલ્પ છે. અહીં પાંચ એવી સિરીઝ છે જે તેના રેટિંગ અને વિષયવસ્તુને કારણે વિશ્વભરમાં જાણીતી છે.
1. ગેંગ કલ્ચરની વાસ્તવિકતા: સ્લોવો પેત્સાના
આ સિરીઝ 1980ના દાયકાના રશિયાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. વાર્તામાં બે 14 વર્ષના કિશોરો, આન્દ્રે અને માતની સફર બતાવવામાં આવી છે. ગરીબી અને હિંસા વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ બાળકો કેવી રીતે ગલીઓના ગેંગ કલ્ચરમાં ફસાય છે, તેનું 8 એપિસોડમાં સચોટ ચિત્રણ કરવામાં આવ્યું છે. 7.6 રેટિંગ ધરાવતી આ સિરીઝ ક્રાઈમ ડ્રામા પ્રેમીઓ માટે શ્રેષ્ઠ છે.
2. રાજવી ઈતિહાસ: ધ રોમાનોવ્સ
રશિયા પર 300 વર્ષથી વધુ શાસન કરનાર રોમાનોવ રાજવંશનો ઈતિહાસ જાણવો હોય તો આ ડોક્યુ-ડ્રામા અચૂક જોવો જોઈએ. 1613 થી 1917 સુધીના સમયગાળાને આવરી લેતી આ સિરીઝ 8.2 રેટિંગ સાથે અત્યંત લોકપ્રિય છે. તે રોમાનોવ પરિવારના ઉદય, રાજકીય ષડયંત્રો અને 1917ની ઓક્ટોબર ક્રાંતિ દરમિયાન થયેલા તેમના કરુણ અંતની ગાથા છે.
3. રહસ્ય અને આધ્યાત્મ: મોનાસ્ટરી
મારિયા નામની યુવતીની આ વાર્તા ડ્રામા અને રહસ્યનો સંગમ છે. એક સ્કેન્ડલથી બચવા માટે મારિયા એક દૂરના આશ્રમમાં આશરો લે છે. આ પવિત્ર સ્થળે તેની હાજરી કેવા વળાંકો લાવે છે તે 7 એપિસોડમાં ખૂબ સુંદર રીતે દર્શાવાયું છે. 5.9 રેટિંગ હોવા છતાં તેની અનોખી વાર્તાને કારણે તે જોવા જેવી છે.
4. અસ્તિત્વની લડાઈ: ગેમ ઓફ સર્વાઈવલ
આ એક એડવેન્ચર-થ્રિલર સિરીઝ છે. રિયાલિટી શોના શૂટિંગ માટે ભેગા થયેલા 16 લોકો જ્યારે કોઈ નેટવર્ક વિનાની જગ્યાએ ફસાઈ જાય છે અને આખો શૂટિંગ ક્રૂ ગાયબ થઈ જાય છે, ત્યારે શરૂ થાય છે જીવ બચાવવાનો અસલી ખેલ. વર્ષ 2020માં આવેલી 21 એપિસોડની આ સિરીઝનું રેટિંગ 7.1 છે.
5. રશિયાની પ્રથમ મહિલા સિરીયલ કિલર: બ્લડી લેડી
ઐતિહાસિક પાત્ર દારિયા સાલ્ટિકોવાના જીવન પર આધારિત આ સિરીઝ અત્યંત ડાર્ક છે. 16 એપિસોડમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ વારસદાર મહિલાએ પોતાની ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. 6.5 રેટિંગ ધરાવતી આ સિરીઝ પીરિયડ ડ્રામાના ચાહકો માટે એક આઘાતજનક અનુભવ સાબિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી