કલ્ટ હિટ ‘તુમ્બાડ’ના સિક્વલની સત્તાવાર જાહેરાત
''તુમ્બાડ - 2'' ફરીથી લોભ, પૌરાણિક કથા અને ભયની અનોખી દુનિયામાં દર્શકોને લઈ જશે
''તુમ્બાડ - 2'ની સત્તાવાર જાહેરાત
''તુમ્બાડ - 2'ની સત્તાવાર જાહેરાત
બોલિવૂડમાં હૉરર ફિલ્મોના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કલ્ટ ક્લાસિક ફિલ્મ 'તુમ્બાડ'ની સિક્વલ 'તુમ્બાડ 2'ની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. અભિનેતા અને નિર્માતા સોહમ શાહની કંપની સોહમ શાહ ફિલ્મ્સ અને જયંતિલાલ ગડાના પેન સ્ટુડિયોએ આ પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યા છે.
પ્રોજેક્ટની વિગતો અને દિગ્દર્શકનો બદલાવ
આગામી ભાગનું દિગ્દર્શન આદેશ પ્રસાદ કરશે, જેઓ મૂળ ફિલ્મના સહ-દિગ્દર્શક પણ હતા. 'તુમ્બાડ'નું દિગ્દર્શન કરનાર રાહી અનિલ બાર્વે અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હોવાને કારણે આ સિક્વલ સાથે જોડાઈ શકશે નહીં. સોહમ શાહે જયંતિલાલ ગડા સાથેની ભાગીદારી અંગે આનંદ વ્યક્ત કરતા કહ્યું, "જયંતિલાલ ગડાજીએ 'તુમ્બાડ' પ્રત્યે જે આદર અને પ્રેમ દર્શાવ્યો તે જોઈને મને સમજાયું કે ફિલ્મને ખરેખર તેનું યોગ્ય સન્માન મળ્યું છે."
'તુમ્બાડ'ની સફળતા અને સિક્વલની જરૂરિયાત
2018માં રિલીઝ થયેલી 'તુમ્બાડ' બોક્સ ઓફિસ પર ભલે મોટી કમાણી ન કરી શકી હોય, પરંતુ તેને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ખૂબ પ્રશંસા મળી હતી. ગયા વર્ષે ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ ફિલ્મે પોતાની મૂળ કમાણીને પણ વટાવી દીધી હતી. રી-રિલીઝથી ફિલ્મે ₹30.5 કરોડની કમાણી કરી, જે તેની 2018ની કમાણી ₹13.5 કરોડ કરતાં ઘણી વધારે હતી. આ સફળતા બાદ, 'તુમ્બાડ 2'ની માંગ વધુ પ્રબળ બની હતી અને હવે નિર્માતાઓએ સત્તાવાર રીતે તેના નિર્માણની જાહેરાત કરી છે. આ ફિલ્મ લોભ, પૌરાણિક કથાઓ અને ભયના તત્વોને વધુ ઊંડાણપૂર્વક રજૂ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી