ધ કેરળ સ્ટોરી 2 ટ્રેલર ધર્માંતરણની કડવી વાસ્તવિકતા
વિપુલ શાહની ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ' નું ટ્રેલર રિલીઝ, 27 ફેબ્રુઆરીએ થશે રિલીઝ

ધ કેરળ સ્ટોરી 2 ટ્રેલર

ધ કેરળ સ્ટોરી 2 ટ્રેલર
નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' ની અપાર સફળતા બાદ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ ફરી એકવાર સમાજની સંવેદનશીલ વાસ્તવિકતા રજૂ કરવા તૈયાર છે. ફિલ્મની સિક્વલ 'ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ' નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે, જે દર્શકોમાં ભારે ઉત્તેજના અને ચર્ચા જગાવી રહ્યું છે.
ત્રણ અલગ અલગ વાર્તાઓનો સંગમ :
આ ફિલ્મના ટ્રેલરમાં ત્રણ મુખ્ય વાર્તાઓ દર્શાવવામાં આવી છે. પ્રથમ કિસ્સો રાજસ્થાનનો છે જ્યાં એક સગીર પુત્રીના બળજબરીથી થયેલા ધર્માંતરણ સામે માતા-પિતા ન્યાયની લડત લડી રહ્યા છે. બીજી વાર્તા મધ્યપ્રદેશની એક યુવતીની છે જે લગ્નના જાળમાં ફસાઈને ધર્માંતરણના દબાણનો ભોગ બને છે. ત્રીજો ભાગ કેરળમાં લિવ-ઇન રિલેશનશિપ અને શ્રદ્ધા વચ્ચેના સંઘર્ષને રજૂ કરે છે. ટ્રેલરના અંતિમ દ્રશ્યો અત્યંત હચમચાવી દેનારા છે.
સ્ટાર કાસ્ટ અને નિર્માણ :
આ ફિલ્મમાં ઉલ્કા ગુપ્તા, અદિતિ ભાટિયા અને ઐશ્વર્યા ઓઝા જેવી અભિનેત્રીઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના સંવાદો અને પટકથા વિપુલ શાહ અને અમરનાથ ઝાએ સાથે મળીને લખ્યા છે, જ્યારે ગીતો જાણીતા ગીતકાર મનોજ મુન્તશિરે તૈયાર કર્યા છે. ફિલ્મમાં ધાર્મિક ઓળખ અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચેના દ્વંદ્વને ખૂબ જ ગંભીરતાથી વણી લેવામાં આવ્યો છે.
રિલીઝ ડેટ અને અગાઉની સફળતા :
'ધ કેરળ સ્ટોરી 2' આગામી 27 ફેબ્રુઆરી, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. નોંધનીય છે કે વર્ષ 2023 માં આવેલી આ ફિલ્મની પ્રથમ કડીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી અને બે કેટેગરીમાં નેશનલ એવોર્ડ પણ જીત્યા હતા. સમાજમાં લવ-જેહાદ અને ધર્મપરિવર્તન જેવા મુદ્દાઓ પર આ ફિલ્મ ફરી એકવાર ચર્ચાનો વિષય બનશે તેવું લાગી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી