ધ કેરળ સ્ટોરી 2 વિવાદ, હાઈકોર્ટમાં સુનાવણી
રિલીઝ પહેલાં પ્રી-સ્ક્રીનિંગ મુદ્દે મેકર્સનો ઇનકાર, ટાઇટલ બદલવાની માંગ પર કાનૂની જંગ

ધ કેરળ સ્ટોરી 2

ધ કેરળ સ્ટોરી 2
વર્ષ 2023ની ચર્ચિત ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ની સિક્વલ 'ધ કેરળ સ્ટોરી: ગોઝ બિયોન્ડ' તેની રિલીઝ પહેલા જ ગંભીર કાનૂની વિવાદોમાં સપડાઈ છે. ફિલ્મમાં કેરળ રાજ્યની છબી ખરાબ રીતે રજૂ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે દાખલ થયેલી અરજી પર કેરળ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કેસનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી ફિલ્મ રિલીઝ કરી શકાશે નહીં.
પ્રી-સ્ક્રીનિંગ મામલે મેકર્સ અને કોર્ટ વચ્ચે ઘર્ષણ :
બુધવારે થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ બેચુ કુરિયન થોમસે ફિલ્મની વાસ્તવિકતા ચકાસવા માટે કોર્ટ માટે એક સ્પેશિયલ પ્રી-સ્ક્રીનિંગ રાખવાનો આદેશ આપ્યો હતો. જોકે, ફિલ્મના નિર્માતાઓએ આ આદેશનો સ્પષ્ટ અસ્વીકાર કર્યો છે. મેકર્સનું કહેવું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ ફિલ્મને મંજૂરી આપી દીધી છે, જે એક નિષ્ણાત સંસ્થા છે, તેથી કોર્ટે તેમાં દખલ કરવી જોઈએ નહીં.
ટાઈટલ બદલવાનો પ્રોડ્યુસરનો ઇનકાર :
અરજદારે ફિલ્મનું ટાઈટલ બદલવાની માંગ કરી હતી, પરંતુ નિર્માતાઓએ તેને ફગાવી દીધી છે. પ્રોડ્યુસરની દલીલ મુજબ:
ફિલ્મનું આખું નામ 'ધ કેરળ સ્ટોરી: ગોઝ બિયોન્ડ' છે, જેનો અર્થ એ છે કે વાર્તા માત્ર કેરળ પૂરતી મર્યાદિત નથી પરંતુ અન્ય રાજ્યોની ઘટનાઓને પણ આવરી લે છે.
ફિલ્મમાં ત્રણ અલગ-અલગ રાજ્યોની મહિલાઓની વાર્તા દર્શાવવામાં આવી છે, જે તેને રાષ્ટ્રીય સ્તરની ફિલ્મ બનાવે છે.
ટાઈટલમાં વપરાયેલો 'The' શબ્દ માત્ર અગાઉની ફિલ્મ સાથેનું જોડાણ દર્શાવવા માટે છે.
કોર્ટ અને અરજદારની દલીલો :
સુનાવણી દરમિયાન જસ્ટિસ બેચુએ ટિપ્પણી કરી હતી કે કેરળ એક સદ્ભાવના ધરાવતું રાજ્ય છે, તો પછી વારંવાર તેની ખોટી છબી કેમ રજૂ કરવામાં આવે છે? અરજદારના વકીલે પણ દલીલ કરી હતી કે ફિલ્મનું ટીઝર અને ટ્રેલર ગેરમાર્ગે દોરનારા છે અને તે કેરળના રહેવાસીઓની વ્યક્તિગત પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. કોર્ટે મેકર્સને ચેતવણી આપી છે કે જો તેઓ સહકાર નહીં આપે અને કોર્ટને મુશ્કેલ સ્થિતિમાં મૂકશે, તો ફિલ્મ પર કાયમી રોક પણ લાગી શકે છે.
શા માટે થઈ રહ્યો છે વિવાદ ?
કામાખ્યા નારાયણ સિંહ દ્વારા નિર્મિત અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં ધર્માંતરણ, લવ જેહાદ અને આતંકવાદ જેવા સંવેદનશીલ વિષયો વણાયેલા છે. 27 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મ સામે અત્યાર સુધીમાં ત્રણ અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી છે. લોકોનો મુખ્ય વિરોધ એ વાતનો છે કે ફિલ્મની વાર્તા કાલ્પનિક હોવા છતાં તેને સાચી ઘટનાઓ તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે. આ કેસની વધુ સુનાવણી હવે આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે, જે ફિલ્મનું ભવિષ્ય નક્કી કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી