ધ કેરળ સ્ટોરી 2 વિવાદ: અનુરાગ કશ્યપે કરી આકરી ટીકા
બીફ સીનને લઈને વિવાદોમાં ઘેરાઈ 'ધ કેરળ સ્ટોરી 2'; હાઈકોર્ટની નોટિસ અને CMનો વિરોધ

ધ કેરળ સ્ટોરી 2

ધ કેરળ સ્ટોરી 2
વર્ષ 2023માં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ની સિક્વલ 'ધ કેરળ સ્ટોરી 2 - ગોઝ બિયોન્ડ' હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ રાજકીય અને સિનેમા જગતમાં મોટો વિવાદ ઉભો થયો છે. ખાસ કરીને ફિલ્મના કેટલાક દ્રશ્યો અને તેની વિષયવસ્તુને લઈને વિરોધના સૂર તેજ બન્યા છે.
અનુરાગ કશ્યપનો આકરો પ્રહાર :
બોલિવૂડના જાણીતા દિગ્દર્શક અનુરાગ કશ્યપે આ ફિલ્મની આકરી નિંદા કરી છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે ફિલ્મને તથ્યવિહોણી અને માત્ર પૈસા કમાવવાના હેતુથી બનાવવામાં આવેલી પ્રોપેગન્ડા ફિલ્મ ગણાવી છે. તેમણે ટ્રેલરમાં દર્શાવવામાં આવેલા બીફ સીન સામે પણ વાંધો ઉઠાવતા કહ્યું કે, ફિલ્મ નિર્માતાઓ સમાજમાં વિભાજન પેદા કરવા માંગે છે. તેમના મતે આવી વાર્તાઓ પાછળ કોઈ સર્જનાત્મકતા નહીં પણ માત્ર લોભ છુપાયેલો છે.
કેરળ હાઈકોર્ટની નોટિસ :
ફિલ્મની મુશ્કેલીઓ માત્ર નિવેદનો સુધી સીમિત નથી. કેરળ હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા આપવામાં આવેલા સર્ટિફિકેટને પડકારતી અરજી પર ફિલ્મના નિર્માતાઓને નોટિસ પાઠવી છે. કન્નુર જિલ્લાના અરજદારે દાવો કર્યો છે કે ફિલ્મનું શીર્ષક કેરળ રાજ્યની છબીને કલંકિત કરવાનો અને તેને બદનામ કરવાનો પ્રયાસ છે. ટ્રેલર અને ટીઝર સામેના વાંધાઓને ધ્યાનમાં રાખીને કોર્ટ હવે આ મામલે કાયદેસરની તપાસ કરશે.
મુખ્યમંત્રી પિનરાઈ વિજયનનો વિરોધ :
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ ફિલ્મને નફરત ફેલાવવાનું સાધન ગણાવતા કહ્યું કે, કેરળનું બિનસાંપ્રદાયિક માળખું આવા જૂઠાણાંઓને ક્યારેય સ્વીકારશે નહીં. તેમણે લોકોને અપીલ કરી છે કે સાંપ્રદાયિક રમખાણો ભડકાવવાના ઈરાદાથી રચાયેલી આવી વાર્તાઓનો એક થઈને વિરોધ કરવો જોઈએ.
ફિલ્મની વાર્તા અને રિલીઝ ડેટ :
કામાખ્યા નારાયણ સિંહ દ્વારા દિગ્દર્શિત "ધ કેરળ સ્ટોરી 2 - ગોઝ બિયોન્ડ" 27 ફેબ્રુઆરી, 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મના ટ્રેલરમાં ત્રણ હિન્દુ યુવતીઓની કથા દર્શાવવામાં આવી છે, જેઓ પ્રેમ જાળમાં ફસાઈને ધર્માંતરણના એજન્ડાનો શિકાર બને છે. જોકે, રિલીઝ પહેલા જ વધી રહેલા વિરોધને જોતા ફિલ્મની સફર મુશ્કેલ જણાઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી