થલાપતિ વિજયની જના નાયગન ફિલ્મને મળી લીલી ઝંડી
મદ્રાસ હાઈકોર્ટે સેન્સર બોર્ડનો નિર્ણય રદ કરી ફિલ્મને તુરંત UA સર્ટિફિકેટ આપવા આદેશ કર્યો

જના નાયગન

જના નાયગન
થલાપતિ વિજયની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જના નાયગન' ના રિલીઝ આડે આવતા તમામ અવરોધો હવે દૂર થઈ ગયા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) સાથે ચાલી રહેલા લાંબા વિવાદ બાદ હવે મદ્રાસ હાઈકોર્ટે ફિલ્મના નિર્માતાઓના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ નિર્ણય સાથે જ ફિલ્મને સત્તાવાર રીતે 'UA' સર્ટિફિકેટ મળી ગયું છે.
શું હતો સમગ્ર વિવાદ ?
જના નાયગન ફિલ્મ 9 જાન્યુઆરી 2026 ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ CBFC દ્વારા સમયસર સર્ટિફિકેટ ન આપવાને કારણે તેની રિલીઝ પર સંકટના વાદળો છવાયા હતા. બોર્ડ દ્વારા કોઈ ઠોસ કારણ વગર પ્રક્રિયા અટકાવવામાં આવતા નિર્માતાઓએ મદ્રાસ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. KVN પ્રોડક્શનના પ્રોડ્યુસર વેંકટ નારાયણે કોર્ટમાં રજૂઆત કરી હતી કે બિનજરૂરી વિલંબને કારણે તેમને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
મદ્રાસ હાઈકોર્ટનો કડક વલણ :
કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસે સ્પષ્ટ કર્યું હતું કે CBFC ના ચેરપર્સન પાસે ફિલ્મને કારણ વગર રિવ્યુ કમિટી પાસે મોકલવાની સત્તા નથી. 6 જાન્યુઆરીના રોજ સેન્સર બોર્ડ દ્વારા જારી કરાયેલા પત્રને કોર્ટે રદ કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે ફિલ્મ વિરુદ્ધ થયેલી ફરિયાદો પૂર્વગ્રહયુક્ત લાગે છે. જો આવી પાયાવિહોણી ફરિયાદોને કારણે ફિલ્મો રોકવામાં આવે તો તે ભવિષ્ય માટે ખતરનાક પરંપરા બની શકે છે.
UA સર્ટિફિકેટ સાથે રિલીઝનો માર્ગ મોકળો :
હાઈકોર્ટના આદેશ બાદ સેન્સર બોર્ડે તાત્કાલિક અસરથી ફિલ્મને UA સર્ટિફિકેટ એનાયત કર્યું છે. આ સર્ટિફિકેટનો અર્થ એ છે કે હવે દરેક વયના લોકો અને બાળકો પણ આ ફિલ્મ જોઈ શકશે. સિનિયર એડવોકેટ સતીશ પારાસરન અને એડિશનલ સોલિસિટર જનરલની દલીલો બાદ આવેલા આ ચુકાદાથી વિજયના ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હવે 'જના નાયગન' બોક્સ ઓફિસ પર ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.