ફિલ્મ 'ઘુસખોર પંડિત'ના ટાઈટલ પર સુપ્રીમનો આદેશ
નિર્માતા નીરજ પાંડેએ કોર્ટમાં માફી માંગી અને વિવાદાસ્પદ નામ કાયમ માટે હટાવવાની ખાતરી આપી

ઘુસખોર પંડિત ફિલ્મ

ઘુસખોર પંડિત ફિલ્મ
બોલિવૂડના જાણીતા નિર્માતા નીરજ પાંડે અને અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ તેના શીર્ષકને કારણે ભારે કાનૂની મુશ્કેલીમાં મુકાઈ છે. ફિલ્મના નામ "ઘુસખોર પંડિત" સામે થયેલા ઉગ્ર વિરોધ બાદ હવે નિર્માતાઓએ સત્તાવાર રીતે પીછેહઠ કરી છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું, જેના જવાબમાં નિર્માતાઓએ સોગંદનામું રજૂ કરીને નામ બદલવાની ખાતરી આપી છે.
નીરજ પાંડેની કોર્ટમાં કબૂલાત :
નિર્માતા નીરજ પાંડેએ સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરેલા સોગંદનામામાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિવાદાસ્પદ શીર્ષકને સંપૂર્ણપણે પાછું ખેંચી રહ્યા છે. તેમણે કોર્ટને ખાતરી આપી છે કે ભવિષ્યમાં આ નામનો કોઈ પણ રીતે ઉપયોગ કરવામાં આવશે નહીં. જોકે, ફિલ્મનું નવું નામ હજુ નક્કી થયું નથી, પરંતુ તેમણે વચન આપ્યું છે કે નવું શીર્ષક જૂના નામ જેવું નહીં હોય અને તે કોઈ પણ સમુદાયની લાગણી દુભાવશે નહીં.
પ્રમોશનલ સામગ્રી હટાવી લેવાઈ :
વિવાદ વધતા નિર્માતાઓએ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પરથી ફિલ્મનું ટ્રેલર, પોસ્ટરો અને તમામ પ્રચાર સામગ્રી પહેલેથી જ દૂર કરી દીધી છે. નીરજ પાંડેએ જણાવ્યું હતું કે તેઓ કાયદાનું સન્માન કરે છે અને ફિલ્મની વાર્તાના મૂળ હેતુને નુકસાન પહોંચાડ્યા વિના નવું યોગ્ય નામ ટૂંક સમયમાં જાહેર કરશે.
સુપ્રીમ કોર્ટનું કડક વલણ :
અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નિર્માતાઓને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે આવા શીર્ષકો ચોક્કસ સમુદાય માટે અપમાનજનક હોઈ શકે છે. કોર્ટે આદેશ આપ્યો હતો કે ફિલ્મમાંથી એવી કોઈ પણ સામગ્રી દૂર કરવી જોઈએ જે કોઈ જ્ઞાતિ કે સમુદાયને બદનામ કરતી હોય.
વિવાદની શરૂઆત ક્યાંથી થઈ ?
આ સમગ્ર વિવાદની શરૂઆત મધ્યપ્રદેશથી થઈ હતી, જે બાદમાં ઉત્તર પ્રદેશ અને દિલ્હી સુધી ફેલાઈ હતી. બ્રાહ્મણ સમુદાયે આ શીર્ષક સામે વાંધો ઉઠાવતા તેને અપમાનજનક ગણાવ્યું હતું. લખનૌમાં નિર્માતાઓ વિરુદ્ધ એફઆઈઆર (FIR) પણ નોંધવામાં આવી હતી. વધતા દબાણને જોતા નિર્માતાઓએ જાહેર માફી માંગી હતી અને નામ બદલવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી