વિક્રમ ભટ્ટ અને પત્નીને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
બાયોપિક પ્રોજેક્ટમાં કરોડોની છેતરપિંડીના કેસમાં જોધપુર જેલમાં બંધ વિક્રમ ભટ્ટને મળી રાહત

વિક્રમ ભટ્ટ છેતરપિંડી કેસ

વિક્રમ ભટ્ટ છેતરપિંડી કેસ
બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. રાજસ્થાન પોલીસે ગત વર્ષે ડિસેમ્બરમાં બાયોપિક પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપ હેઠળ તેમની ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ જોધપુર સેન્ટ્રલ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં હતા.
શું હતો સમગ્ર વિવાદ ?
આ કેસની ફરિયાદ ઈન્દિરા IVF ના સ્થાપક અજય મુરડિયા દ્વારા નોંધાવવામાં આવી હતી. તેમનો આરોપ હતો કે તેમની સ્વર્ગસ્થ પત્ની ઈન્દિરા પર બાયોપિક બનાવવાના બહાને તેમની પાસેથી અંદાજે 30 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. જોકે, આ પ્રોજેક્ટ ક્યારેય પૂર્ણ થયો ન હતો અને નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
અદાલતમાં થયેલી દલીલો :
સુનાવણી દરમિયાન વિક્રમ ભટ્ટના વકીલ સિદ્ધાર્થ દવેએ દલીલ કરી હતી કે ભટ્ટ હાલમાં વિવિધ ફિલ્મી પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. જેમાંથી કેટલાક પૂરા થઈ ગયા છે અને કેટલાક અંતિમ તબક્કામાં છે. જો તેઓ જેલમાં રહેશે તો આ પ્રોજેક્ટ્સ અધૂરા રહી જશે અને રોકાણકારોને નુકસાન થશે. બીજી તરફ, સામા પક્ષના વકીલે અન્ય છેતરપિંડીના કેસનો ઉલ્લેખ કરીને જામીનનો વિરોધ કર્યો હતો, પરંતુ મધ્યસ્થીની શક્યતાઓને ધ્યાનમાં રાખી જામીનનો આકરો વિરોધ ટાળ્યો હતો.
શરતી જામીન અને તપાસ :
સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને મધ્યસ્થી સમક્ષ હાજર થવા જણાવ્યું છે અને હાલ પૂરતા જામીન મંજૂર કર્યા છે. જોકે, કેસની ન્યાયિક તપાસ હજુ પણ ચાલુ રહેશે.
વિક્રમ ભટ્ટની પ્રોફેશનલ કારકિર્દી :
વિક્રમ ભટ્ટ બોલિવૂડમાં નિર્દેશક, નિર્માતા, લેખક અને અભિનેતા તરીકે સક્રિય છે. તેમણે 'હોન્ટેડ 3D' અને '1920' જેવી હોરર ફિલ્મોથી ખાસ ઓળખ બનાવી છે. છેલ્લે તેઓ 'હોરર્સ ઓફ ધ હાર્ટ' ફિલ્મના મેકર તરીકે જોવા મળ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી