સુધા ચંદ્રન પર ગુજરાતમાં થયો આત્માનો હુમલો!
શૂટિંગ દરમિયાન અભિનેત્રીએ અનુભવી પેરાનોર્મલ એક્ટિવિટી

સુધા ચંદ્રન

સુધા ચંદ્રન
ટીવી જગતના જાણીતા ખલનાયિકા અને રામોલા સિકંદ તરીકે ઘર-ઘરમાં જાણીતા બનેલા સુધા ચંદ્રન હાલમાં પોતાના એક અંગત અનુભવને કારણે ચર્ચામાં છે. એક તાજેતરના ઇન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો છે કે તેઓ પેરાનોર્મલ પ્રવૃત્તિઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે અને તેમને નકારાત્મક ઉર્જાનો અનુભવ જલ્દી થઈ જાય છે.
ગુજરાતની હોટલમાં બનેલી રહસ્યમય ઘટના :
પોતાના ભયાનક અનુભવને યાદ કરતા સુધાએ જણાવ્યું કે આ ઘટના ગુજરાતમાં શૂટિંગ દરમિયાન બની હતી. આખા દિવસના કામ પછી જ્યારે તેઓ રાત્રે હોટલના રૂમમાં માતા સાથે સૂતા હતા, ત્યારે અચાનક તેમની ઊંઘ ઉડી ગઈ હતી. તેમણે જોયું કે રૂમનું કબાટ આપમેળે ખુલ્લું હતું અને એક નકારાત્મક ઉર્જા તેમની તરફ આગળ વધી રહી હતી. તેમને પોતાની છાતી પર અસહ્ય ભારનો અનુભવ થયો અને તેઓ કંઈ બોલી શકવાની સ્થિતિમાં પણ નહોતા.
ભગવાન કાર્તિકની આરાધનાથી બચ્યો જીવ :
સુધાના જણાવ્યા અનુસાર, તે સમયે તેમનું શરીર સંપૂર્ણપણે જડ થઈ ગયું હતું. બાજુમાં સૂતા માતાને જગાડવા માટે પણ તેઓ અસમર્થ હતા. અંતે, મનોમન ભગવાન કાર્તિકનું સ્મરણ કરીને તેમણે પૂરી તાકાત લગાવી અને માતાને જગાડ્યા. માતાએ તાત્કાલિક પવિત્ર ભસ્મ લગાવતા જ તે નકારાત્મક ઉર્જા તેમના શરીરમાંથી દૂર થઈ ગઈ હતી. આ સિવાય દક્ષિણ ભારતમાં શૂટિંગ દરમિયાન પણ તેમને પાયલના અવાજો અને રડવાનો અવાજ સંભળાતો હોવાનો દાવો કર્યો છે.
ટેલિવિઝન જગતના પાવરફુલ અભિનેત્રી :
સુધા ચંદ્રને 'કહીં કિસી રોજ', 'નાગિન' અને 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' જેવા સુપરહિટ શો દ્વારા પોતાની મજબૂત ઓળખ બનાવી છે. તેઓ હમેશા પોતાની સાથે હનુમાન ચાલીસા રાખે છે અને આધ્યાત્મિકતામાં ઊંડો વિશ્વાસ ધરાવે છે. તેમના આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી