રાજપાલ યાદવને જામીન માટે ₹1.5 કરોડ જમા કરાવવા આદેશ
દિલ્હી હાઈકોર્ટે ચેક બાઉન્સ કેસમાં આપી અંતિમ તક, બપોરે 3 વાગ્યા સુધીમાં રકમ જમા કરાવવી

રાજપાલ યાદવ

રાજપાલ યાદવ
અભિનેતા રાજપાલ યાદવ હાલમાં એક જૂના નાણાકીય વિવાદના કારણે કાનૂની સંકટમાં છે. દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન, કોર્ટે તેમને વચગાળાના જામીન મેળવવા માટે આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ₹1.5 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવાની સૂચના આપી છે. જો તેઓ આ રકમ સમયસર જમા કરાવશે, તો જ તેમને જેલમાંથી મુક્તિ મળી શકશે, અન્યથા આ કેસની આગામી સુનાવણી 17 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.શું છે
સમગ્ર વિવાદ ?
આ વિવાદ વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'અતા પતા લાપતા' સાથે જોડાયેલો છે. રાજપાલ યાદવે આ ફિલ્મના નિર્માણ માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ₹5 કરોડની લોન લીધી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ જતાં તેઓ લોન ચૂકવી શક્યા નહોતા. વ્યાજ ઉમેરાતા આ રકમ હવે વધીને ₹9 કરોડ સુધી પહોંચી ગઈ છે. બાકી રકમ પરત ન કરી શકવાને કારણે અભિનેતાને અગાઉ જેલવાસ પણ ભોગવવો પડ્યો છે.
કોર્ટની કડક કાર્યવાહી :
સુનાવણી દરમિયાન અદાલતે અભિનેતાના વકીલની દલીલોને ફગાવી દીધી હતી. કોર્ટે અવલોકન કર્યું કે લોન લેવાની વાત સ્વીકાર્યા પછી પણ અનેક તકો આપવા છતાં રકમ પરત કરવામાં આવી નથી. અદાલતે સ્પષ્ટ કર્યું કે સજા પર રોક લગાવવાનું અત્યારે કોઈ મજબૂત કારણ નથી, કારણ કે આ સ્થિતિ તેમના પોતાના નિર્ણયોને લીધે ઊભી થઈ છે. રાજપાલ યાદવે પોતાની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે જામીન માટે વિનંતી કરી છે.
બોલિવૂડ તરફથી મળી રહ્યો છે સહકાર :
આ કપરા સમયમાં ફિલ્મ ઉદ્યોગના જાણીતા કલાકારો રાજપાલ યાદવની વ્હારે આવ્યા છે. સલમાન ખાન, અજય દેવગન, વરુણ ધવન અને સોનુ સૂદ જેવા સ્ટાર્સે તેમને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત, વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ ફેડરેશન દ્વારા પણ લોકોને અભિનેતાની મદદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. તેમની પત્નીએ પણ ઉદ્યોગના સાથીદારોનો આભાર માન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી