લગ્નની અફવા વચ્ચે મૃણાલ ઠાકુરની ઘરનું સરનામું લીક
અભિનેત્રીએ લગ્નની ચર્ચાઓ પર મૌન તોડ્યું અને અફવા ફેલાવનારાઓનો અનોખી રીતે આભાર માન્યો

મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુર
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અભિનેત્રી મૃણાલ ઠાકુર અને સાઉથ સુપરસ્ટાર ધનુષના લગ્નની અટકળો તેજ બની હતી. ખાસ કરીને વેલેન્ટાઇન ડે પર બંને લગ્ન કરી રહ્યા હોવાના અહેવાલો વહેતા થયા હતા. જોકે, હવે મૃણાલે પોતે જ આ મામલે મૌન તોડ્યું છે અને અફવા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.
અફવાઓ પર મૃણાલની રમૂજી પ્રતિક્રિયા :
મૃણાલે તાજેતરમાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ પ્રકારની વાતોથી તે પરેશાન થવાને બદલે હસે છે. તેના મતે લોકો પોતાની રીતે જ તેના લગ્ન કરાવી રહ્યા છે. મૃણાલે સ્પષ્ટ કર્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે પોતાનો જીવનસાથી જરૂર પસંદ કરશે, પરંતુ હાલમાં જે વાતો ચાલી રહી છે તેમાં કોઈ તથ્ય નથી.
સુરક્ષા માટે લેવા પડ્યા પગલાં :
અભિનેત્રીએ સ્વીકાર્યું કે અફવાઓ એટલી હદે વધી ગઈ હતી કે તેના ઘરનું સરનામું પણ જાહેર થઈ ગયું હતું. પોતાની પ્રાઈવસી અને સુરક્ષા જાળવવા માટે તેણે પહેલીવાર પ્રોફેશનલ પીઆર ટીમની મદદ લેવી પડી હતી. જોકે, મૃણાલે કટાક્ષમાં એમ પણ કહ્યું કે કરોડો રૂપિયા ખર્ચવા છતાં જે પ્રસિદ્ધિ ન મળે તે અફવા ફેલાવનારાઓએ તેને મફતમાં અપાવી દીધી છે.
ક્યાંથી શરૂ થયો વિવાદ ?
મૃણાલ અને ધનુષ વચ્ચેના સંબંધોની ચર્ચા વર્ષ 2025માં એક ફિલ્મના પ્રીમિયર દરમિયાન શરૂ થઈ હતી. બંનેની મુલાકાતના વીડિયો વાયરલ થતા ચાહકોએ ડેટિંગના અનુમાન લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધનુષ 2022માં તેની પત્ની ઐશ્વર્યા રજનીકાંતથી અલગ થઈ ચૂક્યો છે.
મૃણાલના આગામી પ્રોજેક્ટ્સ :
અફવાઓને બાજુ પર રાખીને મૃણાલ હાલમાં તેની આગામી ફિલ્મ 'દો દીવાને શહેર મેં' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. 20 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી