સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત ફિલ્મ Love & Warને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. રણબીર કપૂરના ફર્સ્ટ લુક બાદ હવે આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક અને નવું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. આલિયા ભટ્ટનો ગ્લેમરસ અને રેટ્રો અંદાજ ફિલ્મના પોસ્ટરમાં જોવા મળી રહ્યો છે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સ્ટારર Love & War વર્ષ 2027ની મોસ્ટ અવેઇટેડ બોલિવૂડ ફિલ્મોમાં સામેલ છે. ફિલ્મના એક પછી એક ફર્સ્ટ લુક સામે આવતા ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધી રહી છે.
Love & Warમાં આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક
Love & Warમાંથી આલિયા ભટ્ટનો પહેલો લુક જાહેર કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં આલિયા ભટ્ટ ખુરશી પર બેઠેલી જોવા મળે છે. તેનો લુક ગ્લેમરસ હોવાની સાથે રેટ્રો અને કેબરે સ્ટાઇલથી પ્રેરિત દેખાય છે. આલિયા ભટ્ટે પોસ્ટરમાં સ્લિટ સ્કર્ટ અને ખાસ હેડપીસ પહેર્યું છે. ફિલ્મની ભવ્ય વિઝ્યુઅલ સ્ટાઇલ અને સંજય લીલા ભણસાલીની જાણીતી ગ્રાન્ડ પ્રેઝન્ટેશનની ઝલક પણ પોસ્ટરમાં જોવા મળે છે. મેકર્સે આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક શેર કરતાં લખ્યું, “એક જ્વાળા, અને હૃદયનો સાચો પ્રાણ...” સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આલિયા ભટ્ટે પણ આ પોસ્ટર પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. તેણે પોસ્ટ સાથે “Reunited” કેપ્શન લખ્યું છે.
રણબીર કપૂરનો ફર્સ્ટ લુક પણ થયો હતો જાહેર
આલિયા ભટ્ટના પોસ્ટર પહેલાં રણબીર કપૂરના બે ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા હતા. બંને પોસ્ટરમાં રણબીર કપૂરનો ઇન્ટેન્સ અને એક્શનથી ભરપૂર અવતાર જોવા મળ્યો હતો. એક પોસ્ટરમાં રણબીર કપૂર લોહીથી ખરડાયેલા હાથ સાથે કાર ચલાવતો જોવા મળે છે. તેના ચહેરા પર ગંભીર ભાવ અને સમગ્ર લુકમાં એક્શનની ઝલક જોવા મળે છે. રણબીર કપૂરનો લુક શેર કરતી વખતે મેકર્સે લખ્યું હતું, “તે વ્યક્તિત્વ, તે કરિશ્મા અને તે જુસ્સો.” રણબીર કપૂર બાદ હવે આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક સામે આવતા Love & Warની સ્ટારકાસ્ટને લઈને ચર્ચા વધુ તેજ બની છે.
હવે વિકી કૌશલના ફર્સ્ટ લુકની રાહ
Love & Warમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. રણબીર અને આલિયાના પોસ્ટર સામે આવી ચૂક્યા છે, ત્યારે હવે ચાહકો વિકી કૌશલના ફર્સ્ટ લુકની રાહ જોઈ રહ્યા છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત Love & Warની વાર્તા અને સ્ટારકાસ્ટને કારણે ફિલ્મ પહેલેથી જ ચર્ચામાં છે. ફિલ્મના નવા પોસ્ટર અને લુક સામે આવતા તેની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહી છે.
Love & War ક્યારે રિલીઝ થશે?
સંજય લીલા ભણસાલીની Love & War 21 જાન્યુઆરી, 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષામાં પણ વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ત્રિપુટી જોવા મળશે. હવે ફિલ્મના આગામી અપડેટ અને ખાસ કરીને વિકી કૌશલના ફર્સ્ટ લુક પર ચાહકોની નજર છે.