'દયાભાભી'ની યાદમાં જેઠાલાલ થયા ભાવુક
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' એ તેની સફરના 17 વર્ષ પૂર્ણ કર્યા

દયાભાભી અને જેઠાલાલ

દયાભાભી અને જેઠાલાલ
તાજેતરમાં ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' એ તેની સફરના 17 વર્ષ 28 જુલાઈ રોજ પૂર્ણ કર્યા છે. આ સફળ ટીવી શો ની ઉજવણી કરવા માટે શો ના નિર્માતા દ્વારા એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' શો સાથે સંકળાયેલા તમામ કલાકારોએ આ પાર્ટીમાં ભાગ લીધો હતો. આ પાર્ટીનું આયોજન ગોરેગાંવ ફિલ્મ સિટીમાં તારક મેહતા શો ના ઇન્ટીરિયર સેટ પર યોજાયું હતું.
'તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં' શોના નિર્માતા આસિત મોદી, એક્ટર દિલીપ જોશી (જેઠાલાલ),મુનમુન દત્તા ( બબીતાજી),અમિત ભટ્ટ (બાપુજી), તનુજ મહાશબ્દે(અય્યર),સચિન શ્રોફ (તારક મેહતા) અને ટીમના અન્ય કલાકારો પણ ઉજવણીમાં સામેલ હતા. આ દરમિયાન કલાકારોના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા.દિલીપ જોશી સહિત અન્ય કલાકારોના માતા-પિતા અને તેમના પરિવારના સભ્યો સાથે મળીને કેક કાપી હતી.
રિયલ લાઈફમાં 'બાપુજી' ની સેવા કરતા જોવા મળ્યા દિલીપ જોશી (જેઠાલાલ):
આ ઉજવણી દિલીપ જોશી (જેઠાલાલ) માટે ખૂબ જ ખાસ હતી. કારણ કે આ ઉજવણીમાં તેમના માતા-પિતા પણ આ યાદગાર ક્ષણનાં સાક્ષી બન્યા હતા. દિલીપ જોશીનો એક વીડિઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે. જેમાં તેઓ તેમના પિતાની સંભાળ રાખતા જોવા મળી રહ્યા છે. વૃદ્ધાવસ્થામાં હોવાને કારણે તેમના પિતાને ચાલવામાં તકલીફ પડી રહી હતી. વીડિઓમાં તેઓ લાકડીના ટેકાના સહારે ધીમે ધીમેં ચાલી રહ્યા હતા. એક સંસ્કારી દીકરાની જેમ દિલીપ જોશી તેમના પિતાનો હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા પર યુઝર્સે દિલીપ જોશીના વખાણ કર્યા હતા. તેઓ એક્ટરના મુલ્યોની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા. દિલીપ જોશીને 'બેસ્ટ સન'નું ટેગ આપવામાં આવ્યું હતું.
દિલીપ જોશીએ ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે 'મને 'જેઠાલાલ'ના પાત્ર વિશે નાનપણથી જ ખબર હતી' 'નાનપણથી જ હું આ વાર્તા વાંચતો આવ્યો છું. મને ખબર હતી કે આ પાત્ર કેટલું રસપ્રદ છે. જ્યારે આસિત ભાઈએ મને 2008માં આ ભૂમિકા માટે તેમની ઓફિસમાં બોલાવ્યો હતો. ત્યારે હું એ ક્ષણ આજ સુધી ભૂલી શક્યો નથી. એ ક્ષણ હજુ પણ મારા મનમાં અંકિત છે.
દિલીપ જોશીને દયાભાભી વિશે પૂછતા તેમને કહ્યું કે દયાને આજે પણ યાદ કરું છું. 'જેઠાલાલ' ના પાત્રમાં દિલીપ જોશી અને 'દયાબેન'ના પાત્રમાં દિશા વાકાણીને ચાહકોનો જબરદસ્ત પ્રેમ મળ્યો હતો. પરંતુ દિશા વાકાણીએ આ શો છોડ્યા બાદ ચાલકો તેમને ખૂબ જ યાદ કરે છે. ઈન્ટરવ્યુમાં દિલીપ જોશીએ દિશા વાકાણી સાથેના તેમના ઓફ સ્ક્રીન બોન્ડ વિશે વાત કરીને દિલીપ જોશીએ પોતે પણ સ્વીકાર્યું કે તે દિશાને ખૂબ યાદ કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી