હેરા ફેરી 3 કાનૂની વિવાદમાં ફસાઈ
કોપીરાઈટ મામલે સાઉથના પ્રોડ્યુસરનો દાવો, અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મનું શૂટિંગ અટવાયુ

હેરા ફેરી

હેરા ફેરી
અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની આઇકોનિક ફિલ્મ 'હેરા ફેરી 3' ને લઈને ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ પ્રોજેક્ટ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાયો છે. પરેશ રાવલ અને અક્ષય કુમાર વચ્ચેના મતભેદો ઉકેલાયા બાદ આશા જાગી હતી કે શૂટિંગ શરૂ થશે, પરંતુ હવે રાઈટ્સ મુદ્દે નવો કાનૂની જંગ છેડાયો છે.
કોપીરાઈટ ભંગના ગંભીર આક્ષેપો :
સેવન આર્ટ્સ ઇન્ટરનેશનલ નામની પ્રોડક્શન કંપનીએ મદ્રાસ હાઈકોર્ટમાં દાવો કર્યો છે કે 'હેરા ફેરી' ફ્રેન્ચાઈઝીના અસલી રાઈટ્સ તેમની પાસે છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જીપી વિજયકુમારના જણાવ્યા મુજબ, વર્ષ 2000માં આવેલી 'હેરા ફેરી' મલયાલમ ફિલ્મ 'રામજી રાવ સ્પીકિંગ'ની હિન્દી રિમેક હતી. ફિરોઝ નડિયાદવાલાને માત્ર એક જ ફિલ્મ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં સિક્વલ કે પાત્રોના પુનઃઉપયોગનો અધિકાર સામેલ નહોતો.
હાઈકોર્ટમાં સુનાવણી અને દાવો :
આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે જાણવા મળ્યું કે નડિયાદવાલાએ ત્રીજા ભાગના અધિકારો અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસને વેચી દીધા છે. જીપી વિજયકુમારે વર્ષ 2022માં મૂળ નિર્માતા આદિત્ય ફિલ્મ્સ પાસેથી આ ફ્રેન્ચાઈઝીના તમામ કાયદેસરના હકો ખરીદી લીધા હોવાનો દાવો કર્યો છે. તેમના મતે, અગાઉ પ્રિયદર્શન સાથેના સંબંધોને કારણે કોઈ કાર્યવાહી કરાઈ નહોતી, પરંતુ હવે છેતરપિંડી અને ઉલ્લંઘન સામે આવતા કાયદાકીય રસ્તો અપનાવવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી