ગોવિંદાનો આક્રોશ: બોલિવૂડના ગંદા રાજકારણ પર પ્રહાર
સેટ પર મોડા આવવાના આરોપો અને ઇન્ડસ્ટ્રીના ષડયંત્રો પર ગોવિંદાએ મૌન તોડ્યું

ગોવિંદા

ગોવિંદા
હિન્દી સિનેમાના દાયકાઓ સુધી બાદશાહ રહેલા અભિનેતા ગોવિંદા લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેમણે પોતાની ગેરહાજરી પાછળ ઇન્ડસ્ટ્રીના આંતરિક રાજકારણને જવાબદાર ગણાવ્યું છે. ગોવિંદાએ અત્યંત આકરા શબ્દોમાં એવા લોકો પર નિશાન સાધ્યું છે જેઓ તેમને નિષ્ફળ જોવા માંગે છે.
સમયપાલન અને કામની અછત પર ખુલાસો :
ગોવિંદા પર અવારનવાર એવો આરોપ લાગે છે કે તેઓ શૂટિંગ સેટ પર મોડા પહોંચતા હતા, જેના કારણે તેમને કામ મળતું બંધ થઈ ગયું. આ બાબતે વળતો પ્રહાર કરતા ગોવિંદાએ જણાવ્યું કે માત્ર તેમને જ નહીં, પણ સલમાન ખાન અને સંજય દત્ત જેવા સ્ટાર્સને પણ બદનામ કરવામાં આવ્યા છે. તેમણે અમિતાભ બચ્ચનનું ઉદાહરણ આપતા કહ્યું કે બચ્ચન સાહેબ હંમેશા સમયસર આવતા હોવા છતાં તેમને વર્ષો સુધી કામથી દૂર રાખવામાં આવ્યા હતા. આ બધું એક પૂર્વયોજિત કાવતરું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
મજાક ઉડાવનારાઓને આપી કડક ચેતવણી :
અભિનેતાએ કરણ જોહરની ફિલ્મમાં પોતાના નામનો ઉલ્લેખ થવા બાબતે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો તેમની અંગત જિંદગીની મજાક ઉડાવનારા લોકો ક્યારેય સામે મળશે, તો તેઓ જાહેરમાં જ તેમને પાઠ ભણાવશે. ગોવિંદાએ સ્પષ્ટ કર્યું કે જે લોકો ષડયંત્ર રચીને તેમને નીચા પાડવાનો પ્રયાસ કરે છે તેમને તેઓ સહન નહીં કરે.
આત્મકથામાં ખુલશે મોટા રહસ્યો :
ગોવિંદાએ પોતાની આગામી ઓટોબાયોગ્રાફી (પુસ્તક) વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે જ્યારે તેઓ પુસ્તક લખશે, ત્યારે બોલિવૂડના ઘણા લોકોના અસલી ચહેરા સામે આવશે અને વાચકોને પોતાની આંખો પર વિશ્વાસ નહીં આવે. તેમણે કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં કેટલાક લોકો માત્ર બીજાનું ખરાબ કરવામાં જ મશગૂલ છે, પરંતુ તેમને તેમના માતા-પિતાના આશીર્વાદ પર પૂરો ભરોસો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી