શું અરિજીત સિંહ ખરેખર નિવૃત્ત થયા? શું છે હકીકત?
ઝાકિર ખાનથી લઈને વિક્રાંત સુધી, મનોરંજન જગતના દિગ્ગજો કેમ લઈ રહ્યા છે કામથી વિરામ?

અરિજીતનું પ્લેબેક સિંગિંગને અલવિદા

અરિજીતનું પ્લેબેક સિંગિંગને અલવિદા
ભારતીય સંગીત જગતનો સૌથી તેજસ્વી સિતારો અને લાખો દિલોની ધડકન ગણાતા અરિજીત સિંહે તાજેતરમાં પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું, "હું આ સફર અહીં જ પૂરી કરી રહ્યો છું."
સફળતાના શિખરેથી વિદાય:
વર્ષ 2005માં 'ફેમ ગુરુકુલ'થી શરૂ થયેલી અરિજીતની સફર 2013માં 'આશિકી 2'ના ગીત 'તુમ હી હો'થી આસમાને પહોંચી હતી. છેલ્લા એક દાયકાથી બોલીવુડના નંબર વન ગાયક તરીકે સ્થાપિત અરિજીતે જણાવ્યું કે, તેઓ હવે સ્વતંત્ર ભારતીય શાસ્ત્રીય સંગીત (Classical Music) પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તેમણે પોતાની સર્જનાત્મક બેચેની એટલે કે ક્રીએટીવ બોરડમ અને નવા ઉભરતા ગાયકોને તક આપવાની ઈચ્છાને આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ગણાવ્યું છે.
બર્નઆઉટ અને અલગ વ્યક્તિગત પ્રાયોરીટી :
મનોરંજન જગતમાં આ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અગાઉ અભિનેતા વિક્રાંત મેસીએ પરિવાર માટે એક્ટિંગ છોડવાની જાહેરાત કરી હતી. વિક્રાંત મેસીએ ચોખવટ કરી હતી કે તેના 12મી ફેઇલ મૂવીની સફળતા બાદ વ્યસ્ત સમયગાળા પછી આરામની તે ખરેખર જરૂર હતી. એક્ટરે બર્નઆઉટ, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની ઇચ્છાને કારણે તેમણે અભિનયથી ખૂબ જ જરૂરી, લાંબો વિરામ લીધો હતો જેમાં ફેન્સ તેને રીટાયરમેન્ટ માની લેતા હલકો વિવાદ પણ થયો હતો. જોકે વિક્રાંતે સ્પષ્ટ કર્યું હતું કે આ કોઈ PR સ્ટંટ નહી પણ ફક્ત એક લોંગ બ્રેક હશે.
બ્રેક બાદ ગયા વર્ષે 2025માં તેની એક ફિલ્મ "આંખો કી ગુસ્તાખીયા" પણ રીલીઝ થઇ અને હવે આ વર્ષે પણ વિક્રાંત મેસીની 2થી 3 જેટલી ફિલ્મ્સ પર કામ ચાલી રહ્યું છે.
બીજી બાજુ સ્ટેન્ડ કોમેડીને અલગ ઓરામાં લાવનાર ઝાકીરે પણ તેના કરિયરથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. કોમેડિયન ઝાકિર ખાને પણ સ્વાસ્થ્યના કારણોસર વર્ષ 2030 સુધી બ્રેક લીધો છે. સ્ટાર્સમાં વધતું માનસિક દબાણ અને અંગત જીવનને પ્રાથમિકતા આપવાની આ લહેરે હવે અરિજીત સિંહના રૂપમાં બોલીવુડને મોટું નુકસાન પહોંચાડ્યું છે.
ચાહકોમાં શોકની લહેર:
અરિજીતની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર 'End of an Era' ટ્રેન્ડ થઈ રહ્યું છે. ચાહકો વિશ્વાસ કરી શકતા નથી કે હવે ફિલ્મોમાં તેમને અરિજીતનો અવાજ સાંભળવા નહીં મળે. લોકો ચન્ના મેરેયા સોંગ મૂકીને અરીજીત સિંહને દુઃખ સાથે ફેરવેલ પણ આપી રહ્યા છે.
જોકે, સિંગરે સ્પષ્ટતા કરી છે કે તેઓ તેમના વર્તમાન પ્રોજેક્ટ્સ પૂરા કરશે, પરંતુ હવે નવા પ્લેબેક અસાઇનમેન્ટ્સ સ્વીકારશે નહીં.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ

કોર્ટથી ‘સુગર ડેડી’ વિવાદ સુધી, આખરે શું ચાલી રહ્યું છે?