બોર્ડર 2 : 300 કરોડની ક્લબમાં એન્ટ્રીની તૈયારી
અક્ષય કુમારની સ્કાઈ ફોર્સને પાછળ છોડી સની દેઓલની બોર્ડર 2 બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ

બોર્ડર 2

બોર્ડર 2
વર્ષ 2026ની શરૂઆત બોલીવુડ માટે શાનદાર રહી છે. 23 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ બોર્ડર 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ વર્ષ 2026ની પ્રથમ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. રિલીઝના પહેલા જ અઠવાડિયામાં 200 કરોડનો આંકડો પાર કરનારી આ ફિલ્મે બીજા અઠવાડિયામાં પણ પોતાની પકડ જાળવી રાખી છે.
પ્રથમ અઠવાડિયાનું તોફાની કલેક્શન :
બોર્ડર 2 એ પહેલા દિવસે 30 કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ કરી હતી. દર્શકોના ભારે પ્રતિસાદને કારણે ફિલ્મે પ્રથમ સપ્તાહમાં કુલ 224.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જોકે, બીજા અઠવાડિયાના વીકડેઝમાં કમાણીની ગતિ થોડી ધીમી પડી છે, પરંતુ આંકડા હજુ પણ મજબૂત છે.
બીજા અઠવાડિયાના આંકડા પર એક નજર :
ફિલ્મની 13 દિવસની સફર અને કલેક્શનની વિગતો નીચે મુજબ છે:
8મો દિવસ: 10.75 કરોડ
9મો દિવસ: 17.75 કરોડ
10મો દિવસ: 22.5 કરોડ
11મો અને 12મો દિવસ: 5.75 કરોડ (દરેક દિવસે)
13મો દિવસ: 4 કરોડ
આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન અત્યાર સુધીમાં 290.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
સ્કાઈ ફોર્સને આપી માત :
બોક્સ ઓફિસની લડાઈમાં બોર્ડર 2 એ અક્ષય કુમારની ફિલ્મ સ્કાઈ ફોર્સને ઘણી પાછળ છોડી દીધી છે. બીજા બુધવારના આંકડા સરખાવીએ તો સ્કાઈ ફોર્સનું કલેક્શન 1.60 કરોડ રહ્યું હતું, જેની સામે બોર્ડર 2 એ 4 કરોડ રૂપિયાની કમાણી કરીને પોતાની મજબૂતી સાબિત કરી છે.
300 કરોડના ક્લબ તરફ પ્રયાણ :
બોર્ડર 2 નું અંદાજિત બજેટ 275 કરોડ રૂપિયા હતું, જે ફિલ્મે પહેલેથી જ વસૂલ કરી લીધું છે અને હવે તે નફામાં ચાલી રહી છે. હવે આ ફિલ્મ 300 કરોડના ઐતિહાસિક આંકડાથી માત્ર 10 કરોડ રૂપિયા દૂર છે. જે રીતે ફિલ્મ આગળ વધી રહી છે તે જોતા આગામી વીકએન્ડ સુધીમાં તે 300 કરોડનો આંકડો પાર કરનારી વર્ષ 2026ની પહેલી ફિલ્મ બની જશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી