મહાશિવરાત્રી પહેલાં અરિજીતનું નવું શિવ ભજન
મહાશિવરાત્રી પહેલા અરિજિત સિંહે રિલીઝ કર્યું નવું શિવ ભજન, સોશિયલ મીડિયા પર મચી ધૂમ

અરિજિત સિંહ

અરિજિત સિંહ
થોડા સમય પહેલા બોલીવુડના દિગ્ગજ ગાયક અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. ૨૭ જાન્યુઆરીએ કરેલી આ જાહેરાત બાદ સંગીત પ્રેમીઓમાં નિરાશા વ્યાપી હતી. જોકે, ગાયકે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ માત્ર ફિલ્મી ગીતોથી દૂર થયા છે, સંગીતથી નહીં. હવે, મહાશિવરાત્રી ૨૦૨૬ના પવિત્ર પર્વ પહેલા અરિજિતે એક આધ્યાત્મિક ગીત સાથે શાનદાર વાપસી કરી છે.
કોઈપણ પ્રમોશન વિના ગીત થયું વાયરલ :
અરિજિત સિંહે 'ઓહ શિવ મેરે' નામનું શિવ ભજન પોતાની યુટ્યુબ ચેનલ પર શાંતિથી રિલીઝ કર્યું છે. આ ગીત માટે તેમણે કોઈ મોટું પ્રમોશન કર્યું નથી, તેમ છતાં ગણતરીના સમયમાં જ તેને લાખો લોકોએ નિહાળ્યું છે. આ ગીત અરિજિતના આધ્યાત્મિક પાસાને રજૂ કરે છે અને ભગવાન શિવ પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે.
ગીત પાછળની ટીમ અને પ્રતિસાદ :
આ સુંદર ભજનના શબ્દો જાણીતા ગીતકાર કુમારે લખ્યા છે, જ્યારે સંગીત મનદીપ પંઘાલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. કુમારે સોશિયલ મીડિયા પર અરિજિતનો આભાર માનતા આ ગીત શેર કર્યું છે. કોરસમાં પીયૂષ રંજન, સોનમ પાઠક અને સાક્ષી હોલકર જેવા કલાકારોએ સાથ આપ્યો છે.
ચાહકો આ ગીત સાંભળીને અત્યંત ઉત્સાહિત છે. લોકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે કે અરિજિતનો અવાજ ભક્તિમાં પણ એટલો જ પ્રભાવશાળી છે જેટલો ફિલ્મી ગીતોમાં હતો. ઘણા શ્રોતાઓ તેને અરિજિતની સંગીત યાત્રાનો એક નવો અને પવિત્ર અધ્યાય ગણાવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી