‘પવિત્ર રિશ્તા’ એક્ટ્રેસ પ્રિયા મરાઠેનું નિધન
કેન્સર સામે જંગ હારી અંકિતા લોખંડેની ઓનસ્ક્રીન બહેન
પ્રિયા મરાઠેનું નિધન
પ્રિયા મરાઠેનું નિધન
મરાઠી અને હિન્દી ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી પ્રિયા મરાઠેનું કેન્સરને કારણે નિધન થયું છે. તેમણે આજે, રવિવારે સવારે લગભગ 4 વાગ્યે મુંબઈના મીરા રોડ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. પ્રિયા છેલ્લાં બે વર્ષથી કેન્સર સામે બહાદુરીપૂર્વક લડત આપી રહ્યાં હતાં.
છેલ્લા એક વર્ષથી પ્રિયા લાઈમલાઈટથી દૂર હતાં અને સોશિયલ મીડિયા પર પણ નિષ્ક્રિય રહ્યાં હતાં. તેમના આકસ્મિક નિધનના સમાચારે મરાઠી અને હિન્દી કલા જગતને શોકમાં ડુબાડી દીધું છે. પ્રિયાને છેલ્લે મરાઠી સિરિયલ ‘તુઝેચ મી ગીત ગાત આહે’માં જોવા મળ્યાં હતાં, પરંતુ આરોગ્યના કારણોસર તેમણે આ શો અધવચ્ચે છોડી દીધો હતો. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ચાહકોને તેમની તબિયત વિશે જાણકારી આપી હતી.
પવિત્ર રિશ્તાથી મળી હતી ખ્યાતિ
પ્રિયા મરાઠે ‘પવિત્ર રિશ્તા’ સિરિયલમાં વર્ષા દેશપાંડેના નકારાત્મક પાત્ર દ્વારા ઘરે-ઘરે લોકપ્રિય બન્યાં હતાં. આ ઉપરાંત, તેમણે ‘ચાર દિવસ સાસુચે’, ‘કસમ સે’, ‘કોમેડી સર્કસ કે સુપરસ્ટાર્સ’, ‘ઉત્તરન’, ‘બડે અચ્છે લગતે હૈ’, ‘ભારત કા વીર પુત્ર-મહારાણા પ્રતાપ’, ‘સાવધાન ઈન્ડિયા’, ‘ભાગે રે મન’ અને ‘સાથ નિભાના સાથિયા’ જેવી અનેક લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું હતું. ખાસ કરીને નકારાત્મક ભૂમિકાઓમાં તેમની અભિનય કુશળતા દર્શકોમાં ખૂબ પસંદ કરવામાં આવતી હતી.
### ફિલ્મોમાં પણ અજમાવ્યું નસીબ
પ્રિયાએ 2008માં ફિલ્મ ‘હમને જીના સીખ લિયા’ અને 2017માં મરાઠી ફિલ્મ ‘તી આની ઇતર’માં અભિનય કરીને મોટા પડદે પણ પોતાની પ્રતિભા દર્શાવી હતી.
અંગત જીવન અને સોશિયલ મીડિયા
પ્રિયાએ તેમના લાંબા સમયના બોયફ્રેન્ડ અને જાણીતા અભિનેતા શાંતનુ મોઘે સાથે લગ્ન કર્યા હતા. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય હતાં અને તેમના ઇન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધુ ફોલોઅર્સ હતા. તેમણે 11 ઓગસ્ટ 2024ના રોજ તેમની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી હતી.
કેન્સર સામે લડત
પ્રિયાને થોડા વર્ષો પહેલા કેન્સરનું નિદાન થયું હતું, અને તેઓ એક સમયે સ્વસ્થ થઈ રહ્યાં હતાં. જોકે, થોડા સમય પહેલા તેમના શરીરમાં કેન્સર ફરી ફેલાયું, અને સારવારનો પ્રતિસાદ ઓછો થવાને કારણે તેમનું શનિવારે નિધન થયું.
પ્રિયા મરાઠેના નિધનથી ટેલિવિઝન અને ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના ચાહકો અને સાથી કલાકારો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

કૃતિ સેનનની રક્ષાબંધન જ્વેલરી જાહેરાતમાં પાલતુ કૂતરાને રાખડી બાંધવાના દૃશ્યથી સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો છે. નેટીઝન્સ અને કાશીના કેટલાક વિદ્વાનોએ જાહેરાતની રજૂઆત સામે સવાલો ઉઠાવ્યા છે.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ