કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા
સુરત મનપાના રાજકારણમા ગરમાવો

ચૂંટણી

ચૂંટણી
સુરત મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 40 જેટલા ઉમેદવારોને શહેરથી દૂર અજ્ઞાત સ્થળો પર લઈ જવામાં આવ્યા છે. મોરબીમાં પણ મનપાના ચાર ઉમેદવારોને ભાજપા દ્વારા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ બાદ અજ્ઞાત સ્થળે મોકલી દેવાયા છે. આ અંગે રાજકોટના કોંગ્રેસના નેતા ગાયત્રી બા વાઘેલાએ કહ્યું હતું કે, અમારા ઉમેદવારોને ધમકીના ફોન આવ્યા હોવાથી શહેર પ્રમુખને તેની જાણ થઈ હતી. જેથી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજકોટમાંથી 12 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કલોલમાં પણ કોંગ્રેસના 40 ઉમેદવારોને ખાનગી સ્થળે મોકલાયા છે.
કોંગ્રેસ આ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી
આ અંગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ કહ્યું હતું કે, અમારા તમામ ઉમેદવારો કાર્યકર્તાઓની સુરક્ષામાં છે.તમામ ઉમેદવારો તમામ વોર્ડમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.અમારા ઉમેદવારોને અજાણ્યા નંબરોથી ફોન આવી રહ્યા છે .તમે ક્યાં છો? કઈ જગ્યા ઉપર છો? ગમે તેવા સવાલો કરી રહ્યા છે. બીજી તરફ આ ફોન કોણ કરી રહ્યું છે તે અંગે વિપુલ ઉધનાવાલાએ ગોળગોળ જવાબો આપ્યા હતાં. એકબાજુ ઉમેદવારો પ્રચાર પણ કરી રહ્યાં છે અને બીજી બાજુ અજ્ઞાત સ્થળ પર પણ છે. કોંગ્રેસ આ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ