'કોંગ્રેસ-RJD બિહારનું અપમાન કરે છે ': PM મોદી
બિહારીઓનું અપમાન કરનારાઓને પ્રચારમાં બોલાવવાની કોંગ્રેસની સાજિશ પર આક્રોશ વ્યક્ત કર્યો

PM મોદી

PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બિહારના મુઝફ્ફરપુર અને છપરામાં યોજાયેલી ચૂંટણી સભાઓમાં વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને RJD પર આકરા પ્રહારો કર્યા હતા. છપરામાં સભાને સંબોધતા વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે, નરેન્દ્ર અને નીતિશ કુમાર બિહારના સપના પૂરા કરવામાં લાગેલા છે, જ્યારે કોંગ્રેસ અને RJD બિહાર અને બિહારીઓનું અપમાન કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે, તેલંગાણા અને કર્ણાટકમાં કોંગ્રેસના નેતાઓ બિહારીઓને ગાળો આપે છે, જ્યારે તમિલનાડુમાં DMKના નેતાઓ બિહારીઓને સતાવે છે. ઼
ચૂંટણીમાં કોંગ્રેસે બિહારીઓને ગાળો આપી
PM મોદી એ સૌથી ગંભીર આરોપ લગાવ્યો કે, આ ચૂંટણીમાં કોંગ્રેસે બિહારીઓને ગાળો આપનારા લોકોને પ્રચાર માટે બોલાવ્યા છે. તેમણે કહ્યું કે, આ એક સોચી-સમજી સાજિશ હેઠળ થઈ રહ્યું છે. કોંગ્રેસ ઈચ્છે છે કે, RJDને ચૂંટણીમાં નુકસાન થાય, તેથી તે આવા લોકોને પ્રચાર માટે બોલાવી રહી છે. આ એક ઉદાહરણ છે કે, કોંગ્રેસ અને RJD વચ્ચેની લડાઈ કેટલી મોટી થતી જઈ રહી છે."
આ પણ વાંચો: PM મોદી બે દિવસ ગુજરાતમાં, જાણો સંપૂર્ણ કાર્યક્રમ.
RJDના ઘોષણાપત્રને રેટ લિસ્ટ ગણાવ્યું
PM મોદી એ RJDના શાસનને ફરી એકવાર 'જંગલરાજ' કહીને પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, RJD અને કોંગ્રેસની ઓળખ ફક્ત 5 વસ્તુઓથી છે. કટ્ટા, ક્રૂરતા, કટુતા, કુશાસન અને ભ્રષ્ટાચાર. તેમણે ગોલુ અપહરણ કાંડનો ઉલ્લેખ કરીને 'જંગલરાજ' દરમિયાન થયેલા અપહરણ અને હત્યાઓની યાદ અપાવી. PM મોદી એ RJDના ઘોષણાપત્રને 'ઘોષણાપત્ર નહિ પણ રેટ લિસ્ટ' ગણાવ્યો, જેનો અસલી હેતુ ખંડણી, લૂંટ અને ભ્રષ્ટાચાર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જ્યાં ભ્રષ્ટાચારના રેકોર્ડ તૂટ્યા હોય, ત્યાં કાયદાનું શાસન કેવી રીતે આવી શકે, અને આવા લોકો ક્યારેય બિહારનો વિકાસ કરી શકે નહિ.
રાહુલ ગાંધીના નિવેદન બાદ વિવાદ
વડાપ્રધાને મુઝફ્ફરપુરની સભામાં છઠ્ઠ મૈયાના અપમાનનો મુદ્દો ઉઠાવ્યો, જે તાજેતરમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ વિવાદમાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદી વોટ મેળવવા માટે છઠ્ઠ પૂજાનો ડ્રામા કરી રહ્યા છે. તેના પર PM મોદીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, "એક તરફ તમારો આ દીકરો છઠ્ઠ મૈયાની જયકાર દુનિયામાં કરાવવામાં લાગ્યો છે, બીજી તરફ કોંગ્રેસ અને RJD છઠ્ઠ મૈયાનું અપમાન કરી રહ્યા છે." તેમણે પ્રશ્ન કર્યો કે, શું કોઈ વોટ મેળવવા માટે છઠ્ઠ મૈયાનું અપમાન કરી શકે છે? PM મોદી એ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, બિહારની જનતા આ અપમાન ક્યારેય નહિ ભૂલે અને તેનો જડબાતોડ જવાબ આપશે. તેમણે વધુમાં કહ્યું કે, RJD અને કોંગ્રેસ જેવા લોકો દલિત વિરોધી છે અને રામ મંદિરના નિર્માણથી તેમને સમસ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ