ખેડામાં રાજકીય ભૂકંપ
માતરના પૂર્વ ભાજપ MLA કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાયા

કેસરીસિંહ

કેસરીસિંહ
"મેં ભાજપની નીતિ-રીતિ અને પક્ષમાં ચાલતા ખોટા કામો સામે અવાજ ઉઠાવ્યો હતો, જેના કારણે મારી સામે પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી"
ખેડા/અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ખેડા જિલ્લાના રાજકારણમાં મોટા ઉલટફેરના સમાચાર સામે આવ્યા છે. માતર વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ સત્તાવાર રીતે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે વિધિવત રીતે અમિત ચાવડાની હાજરીમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.
ભાજપની નીતિઓ સામે બ્યુગલ ફૂંક્યું
કોંગ્રેસમાં જોડાયા બાદ માતર ખાતે આપેલા પોતાના પ્રથમ ઇન્ટરવ્યુમાં કેસરીસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "મેં ભાજપની નીતિ-રીતિ અને પક્ષમાં ચાલતા ખોટા કામો સામે અવાજ ઉઠાવ્યો હતો, જેના કારણે મારી સામે પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી." તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ હંમેશા સત્યની સાથે રહ્યા છે અને અન્યાય સામે અવાજ ઉઠાવવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા અપીલ
વર્તમાન ચૂંટણીના માધ્યમથી તેમણે મતદારોને સંબોધતા કહ્યું કે, ભાજપ દ્વારા કરવામાં આવતી ગેરરીતિઓ હવે જનતાની સામે છે. તેમણે આશા વ્યક્ત કરી કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી બનશે.
ચૂંટણી ગણિતમાં ફેરફારની શક્યતા
ક્ષત્રિય ઠાકોર સમાજમાં મોટું પ્રભુત્વ ધરાવતા કેસરીસિંહના કોંગ્રેસમાં પ્રવેશથી ખેડા જિલ્લામાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કેસરીસિંહનું સમર્થન કોંગ્રેસના ઉમેદવારો માટે ફાયદાકારક રહેવાની શક્યતા જણાઈ રહી છે. પૂર્વ ધારાસભ્યના આ પગલાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી વી ગયો છે.

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ