બિહાર ચૂંટણીમાં મૈથિલી ઠાકુરને અલીનગરથી ટિકિટ
1 દિવસ પહેલાં જ પક્ષમાં જોડાયેલાં લોક ગાયિકા મૈથિલી ઠાકુરને અલીનગર બેઠક પરથી ટિકિટ આપી

મૈથિલી ઠાકુરને અલીનગરથી ટિકિટ

મૈથિલી ઠાકુરને અલીનગરથી ટિકિટ
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી એ બુધવારે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં કુલ 12 પ્રત્યાશીઓના નામનો સમાવેશ થાય છે. આ યાદીમાં સૌથી મોટું આકર્ષણ લોક ગાયિકા મૈથિલી ઠાકુર છે, જેમને અલીનગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. મૈથિલી ઠાકુર* મંગળવારેના રોજ જ BJPમાં વિધિવત રીતે સામેલ થયાં હતાં. આ બીજી યાદીમાં BJP એ અનેક વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપીને નવા અને અગ્રણી ચહેરાઓને તક આપી છે.
યાદીમાં સામેલ મહત્ત્વના ઉમેદવારો
BJPની આ બીજી યાદીમાં મૈથિલી ઠાકુર ઉપરાંત અન્ય મહત્ત્વના ઉમેદવારોનો સમાવેશ થાય છે. બાઢ બેઠક પરથી BJP એ ડૉક્ટર સિયારામ સિંહને પ્રત્યાશી બનાવ્યા છે અને અહીંના વર્તમાન ધારાસભ્ય જ્ઞાનેન્દ્ર જ્ઞાનુની ટિકિટ કાપવામાં આવી છે. બક્સર બેઠક પર પૂર્વ IPS અધિકારી આનંદ મિશ્રાને ટિકિટ આપવામાં આવી છે, જેઓ તાજેતરમાં જન સુરાજમાંથી BJPમાં જોડાયા છે.
આ પણ વાંચો: લોક ગાયિકા મૈથિલી ઠાકુર BJPમાં જોડાયા
પૂર્વ BJP ધારાસભ્ય વિનય કુમાર સિંહને ફરી ટિકિટ
બનિયાપુરથી બાહુબલી પ્રભુનાથ સિંહના ભાઈ અને અગાઉ RJDમાં રહેલા કેદારનાથ સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. છપરાથી સી. એન. ગુપ્તાની ટિકિટ કાપીને નાની કુમારીને પ્રત્યાશી બનાવવામાં આવ્યા છે. સોનપુર બેઠક પર બાહુબલી પ્રભુનાથ સિંહના સમધી અને પૂર્વ BJP ધારાસભ્ય વિનય કુમાર સિંહને ફરીથી ટિકિટ આપવામાં આવી છે.
નવા ચહેરા અને પૂર્વ ઉમેદવારોનું પત્તું કપાયું
BJPની આ બીજી યાદીમાં મુઝફ્ફરપુર બેઠક પર પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. અહીં પૂર્વ ઉમેદવાર સુરેશ શર્માનું પત્તું કપાયું છે અને રંજન કુમારને નવા પ્રત્યાશી બનાવવામાં આવ્યા છે. તેવી જ રીતે, અગિઆંવ બેઠક પર પણ પાર્ટીએ નવો ચહેરો આપ્યો છે, જ્યાં 2020ના વિધાનસભા ચૂંટણીમાં BJPના ઉમેદવાર શિવેશ કુમાર હતા, પરંતુ હવે મહેશ પાસવાનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ બીજી યાદી BJPની બિહાર વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચનાનો ભાગ છે, જે નવા અને અસરકારક ચહેરાઓ દ્વારા સત્તા વિરોધી લહેરને ખાળવાનો પ્રયાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ