લોક ગાયિકા મૈથિલી ઠાકુર BJPમાં જોડાયા
તેમને અલીનગર વિધાનસભા બેઠક પરથી ટિકિટ મળવાની વાત લગભગ નક્કી મનાઈ રહી

મૈથિલી ઠાકુર

મૈથિલી ઠાકુર
બિહારની જાણીતી લોક ગાયિકા મૈથિલી ઠાકુર મંગળવારે BJPમાં જોડાઈ ગયા છે. પટણામાં બિહાર BJPના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું. પાર્ટીમાં સામેલ થયા બાદ મૈથિલી ઠાકુરે વિક્ટરી સાઇન બતાવી હતી.
BJPની ટિકિટ મળવી લગભગ નિશ્ચિત
સૂત્રોના જણાવ્યા અનુસાર, મૈથિલી ઠાકુરને બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે દરભંગા જિલ્લાની અલીનગર વિધાનસભા બેઠક પરથી BJPની ટિકિટ મળવી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. અગાઉ એવી ચર્ચા હતી કે, તેમને બેનીપટ્ટી બેઠક પરથી ટિકિટ મળી શકે છે, પરંતુ BJPની પ્રથમ યાદીમાં તેમનું નામ ન હતું. જોકે, હવે રાજકીય વર્તુળોમાં અલીનગર વિધાનસભા બેઠક પરથી તેમની ઉમેદવારી લગભગ નક્કી હોવાના અહેવાલો છે.
BJPના ચીફ દિલીપ જયસ્વાલે વિપક્ષ પર આકરા પ્રહારો
મૈથિલી ઠાકુરની સાથે જ ભભુઆના RJDના ધારાસભ્ય ભરત બિંદે પણ BJPની સદસ્યતા ગ્રહણ કરી હતી. આ અવસર પર બિહાર BJPના ચીફ દિલીપ જયસ્વાલે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, વિપક્ષ હતાશા અને ડિપ્રેશનમાં છે, અને મીડિયામાં માત્ર બિનજરૂરી અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરે છે, જેની કોઈ અસર થવાની નથી.
ભારે બહુમતીથી NDAની સરકાર બનશે: જયસ્વાલ
જયસ્વાલે દાવો કર્યો કે, "NDAમાં 5 પાંડવો છે. જે અડગ એકતા સાથે NDAએ વિધાનસભા ચૂંટણીનો પ્રારંભ કર્યો છે, તેનાથી મતદારોએ મન બનાવી લીધું છે કે, ભારે બહુમતીથી NDAની સરકાર બનશે." દિલીપ જયસ્વાલે વધુમાં કહ્યું કે, તેમણે અગાઉ કહ્યું હતું કે, અડધો ડઝનથી વધુ ધારાસભ્યો RJD અને કોંગ્રેસ છોડીને BJPમાં જોડાશે.
યુવા અને લોક સંસ્કૃતિના મત BJP તરફ આકર્ષિત
તેમણે જણાવ્યું હતું કે, ચારે તરફ વિપક્ષ ધરાશાયી થતો જાય છે. વિપક્ષનું ટાયર પંચર થઈ ગયું છે, કારણ કે અમે ઈમાનદારી અને પારદર્શિતા સાથે ગઠબંધન ધર્મનું પણ પાલન કર્યું છે. મૈથિલી ઠાકુરના પક્ષમાં જોડાવાથી યુવા અને લોક સંસ્કૃતિના ચાહકોના મત BJP તરફ આકર્ષિત થવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?