જો Nobel પુરસ્કાર વ્યંગ માટે આપાત, તો ડોનાલ્ડ ટ્રમ્પે આખું શેલ્ફ ભર્યું હોત. અમેરિકાના પ્રમુખે પોતાને ઈતિહાસના મહાન શાંતિદૂત તરીકે રજૂ કરતા દાવો કર્યો છે કે “સાત યુદ્ધો પૂરા કર્યા.” કમ્બોડિયા, કોસોવો, કોંગો, પાકિસ્તાન, ઈઝરાયેલ, ઈજીપ્ત અને આર્મેનિયા – બધાં તેમનાં ભાષણમાં “એક દસ્તખતથી” શાંત થઈ ગયાં છે, જાણે શાંતિ કાયદાની હુકમનામાથી મળે.
પણ જ્યાં ટ્રમ્પે સૌથી વધુ શાંતિના વચનો આપ્યા – રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલનો ગાઝા પર હુમલો – ત્યાં તો બોમ્બ અને મિસાઇલ આજે પણ વરસે છે. Brown Universityના Costs of War પ્રોજેક્ટ મુજબ, હમાસના 2023ના હુમલા પછી અમેરિકાએ ઈઝરાયેલને પહેલેથી જ 17.9 અબ ડોલરનું સૈન્ય સહાય આપ્યું છે. આથી આખું મધ્ય પૂર્વ ભડકાઈ ગયું છે.
યુક્રેનનો હિસાબ પણ ચોંકાવનાર છે. 2022થી રશિયાના આક્રમણ બાદ અમેરિકા 66.9 અબ ડોલરનું હથિયાર સપોર્ટ આપી ચૂક્યું છે – જો 2014થી ગણીએ તો આંકડો 69.7 અબ સુધી જાય છે. હવે ટ્રમ્પ પાટ્રીયોટ મિસાઇલ મોકલવાની વાત કરે છે, પણ શરત એ કે તેની ચુકવણી યુરોપ કે NATO કરે.
ટ્રમ્પે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સનું નામ બદલીને “ડિપાર્ટમેન્ટ ઓફ વોર” રાખ્યું છે – અને સાચું કહીએ તો આ હથિયારબજારની સૌથી મોટી દુકાન બની ગઈ છે.
આંકડા જોતાં માથું ચકરાઈ જાય:
અને ટ્રમ્પ હજુ પણ Nobel Peace Prize માટે પોતાની જાતને યોગ્ય ગણે છે. માર્ટિન લૂથર કિંગ જુનિયર જેઓએ અહિંસાથી હક મેળવ્યા, મંડેલા જેઓએ અપાર્થેઈડ તોડ્યું, લેમા ગ્બોવી જેઓએ મહિલાઓ માટે શાંતિનું આંદોલન ચલાવ્યું – તેમના બાજુએ ટ્રમ્પ? જેનું યોગદાન માત્ર એટલું કે “બંદૂકો વેચીને શાંતિ.”
હકીકત એ છે કે ટ્રમ્પ શાંતિ નહિ, પણ યુદ્ધનો નવો અર્થ આપે છે: શાંતિ એ છે જ્યાં બધા પાસે લડવા પૂરતા મિસાઇલ હોય. Nobel તો કદાચ ના મળે, પણ “પરપેચ્યુઅલ વોર” માટેનો પુરસ્કાર ચોક્કસ મળવો જોઈએ.
અલ્ફ્રેડ નોબેલ, જેણે ડાયનામાઇટ બનાવ્યું હતું, કદાચ આ વ્યંગ માણી શક્યા હોત.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ