"સ્વદેશી નીતિ, આત્મનિર્ભર ભારત" ના નારા પ્રભાવ પાડે, પણ હકીકતમાં હાથીના દાંત જેવા છે – દેખાડવાના ને ચાવવાના જુદા જુદા. ભારતની આ નીતિ જેટલી પ્રચાર અને પ્રસાર માં સારી લાગે છે, તેટલી છે નહીં; જો તમે તેને સમજવાનો પ્રયાસ કરીએ, તો વાસ્તવમાં તેને સમજીને જ લાગશે કે તેનો સ્વાદ ક્યારેક લોલિપોપ જેવો છે. મૂળ સ્વદેશી નીતિમાં હેતુ સ્પષ્ટ હતો – સ્થાનિક શ્રમ, ઉદ્યોગ અને નફો દેશમાં જ જાળવવો, રોજગારી વધારવી અને વિદેશી પર નિર્ભરતા ઘટાડવી.
આધુનિક સ્વદેશી નીતિમાં આ હેતુ અધૂરો છે. આજે દેશમાં વિદેશી કંપની ભારત ઉત્પાદન કરી ભારત અને વિદેશ માં વેચાણ કરી, અને રોજગારી અહીં વધે, પણ નફો વિદેશ જ જાય. ઉદાહરણ તરીકે, અમેરિકાની ચીપ ઉત્પાદક માઇક્રોનનો ધોલેરા પ્રોજેક્ટ – ૨.૭૫ બિલિયન ડોલરના પ્રોજેક્ટમાં માત્ર ૮૫૨ મિલિયન ડોલર કંપનીનું મૂડીરોકાણ છે, બાકીનું ૫૦ ટકા સબસીડી ભારત સરકારથી. એટલે ભારતના રોકાણ પર નોકરીઓ ઉભી થાય અને જોખમ પણ સરકાર વહન કરે, જ્યારે કંપની ફાયદો લઈને જશે.
આવી આધુનિક સ્વદેશી નીતિ ઓછી હોય તેમ લટકા માં FTA ફ્રિ ટ્રેડ એગ્રીમેન્ટ - મુક્ત વેપાર કરાર પણ અમલમાં છે,. ભારત-યુકે, ભારત-જાપાન, ભારત-યુરોપીયન યુનિયન સહિતના ૧૪+ ફ્રી ટ્રેડ કરારો દર્શાવે છે કે ભારતીય બજારમાં વિદેશી ઉત્પાદનો સરળતાથી પ્રવેશ કરી શકે છે. ઉદાહરણ, ભારત-યુકે FTA હેઠળ ૯૯ ટકા પેદાશો પર છૂટ – ટેક્સટાઇલ, લેધર, જ્વેલરી, કાર, વ્હિસ્કી, દવાઓ – બધું સમાવે છે. વાસ્તવમાં, આ કરારો સ્થાનિક ઉદ્યોગને જોખમમાં મૂકે છે, પરંતુ નીતિ “સ્વદેશી” તરીકે પ્રચારિત થાય છે.
એવું નથી કે વિદેશી કંપનીઓ નફો લઇ જાય, કેટલાક કિસ્સામાં નફો પણ રોયલ્ટી કે લાયસન્સ ફિ પેટે, નફાનો હિસ્સો વિદેશ જાય છે. જેમ કે મારુતી સુઝુકી, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે જેવા ઉદ્યોગો ભારતમાં ઉત્પાદન કરે છે, પરંતુ નફામાં થી તેમની સહયોગી વિદેશી કંપનીને રોયલ્ટી કે લાયસન્સ પેટે નાણાં ચૂકવે છે.
જો માત્ર ઉત્પાદન અને સ્થાનીક રોજગારી થી આત્મનિર્ભર ભારત થઇ જતું હોય તો માધ્યમોમાં ભારત સરકાર કેમ ૫૦ ટકા વધુ રોકાણ વિદેશી કંપનીઓ ને કરવા દેતી નથી, કેમ તે ક્ષેત્રે ૧૦૦ ટકા વિદેશી રોકાણ થી ડરે છે. તે પણ તો સ્થાનીક રોજગારીનું સર્જન કરશે, દેશના વૃધ્ધિ દર કે કર વેરામાં ભાગ આપશે. આધુનિક સ્વદેશી નીતિ મારફત સરકાર વિદેશી કંપનીઓને ભારતીયો ને લોહી ચૂસવાનું લાયસન્સ આપે છે. જેમ કે એપલ પ્લાન્ટ સ્થાપે એટલે ૧૨ કલાકની શિફટ અને પાંચ વર્કિંગ ડેઇઝ કરી આપવા. આમ શોષણનો માર્ગ મોકળો છે. આધુનિક રીતે વિદેશી કંપનીઓને લૂંટનો અધિકાર આપે છે.
વિશ્વની અર્થવ્યવસ્થા સતત બદલાતી રહે છે, અને દેશો નવી નીતિઓ અજમાવે છે. ભારતમાં આધુનિક સ્વદેશી માત્ર દેખાવ, નારા અને પ્રચાર પર આધારિત છે. વાસ્તવમાં, દેશના નાણા અને સહાયનો લાભ વિદેશી કંપની માટે જ છે.
સ્વદેશીની આ નવી વ્યાખ્યા લોકોએ સમજ્યા વિના સ્વીકારી છે, અને જો ખરીદી, રોકાણ અને નફાની પ્રક્રિયાઓ પર ધ્યાન ન આપીએ તો દેશના હિતને નુકસાન પહોંચશે. મુખ મેં રામ, બગલમાં છુરી – આ આધુનિક સ્વદેશી નીતિનો સાક્ષાત સાબિતી છે. જો વાસ્તવિક સ્વદેશી નીતિ જોઈએ, તો સ્થાનિક ઉદ્યોગ, શ્રમ અને નફો દેશમાં જ રહ, તેને પ્રથમ પ્રાથમિકતા પ્રાથમીક્તા આપવી જોઈએ, નહિ તો આ માત્ર દેખાવનો દંગલ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ