કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલવી ન જોઈએ, અને પોલીસનું મૂળ કાર્ય જ છે કે આવી પ્રવૃત્તિઓને રોકવાની છે. બીજી બાજુ વિધાનસભાના પ્રતિનિધિ અને ધારાસભ્યનું કર્તવ્ય છે કે તેઓ જનસમस्या અંગે સત્તા અને તંત્રને જવાબદેહી બનાવે. પરંતુ જ્યારે આ જવાબદારી ધમકીભરી ભાષા અને હીરો બનવાની નાટકીયતામાં ફેરવાઇ જાય, ત્યારે હેતુ ખોવાય જાય છે અને રંગમંચ રાજકારણમાં રૂપાંતરિત થઇ જાય છે.
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ થરાદ ખાતે 21મી નવેમ્બરે યોજાયેલી જનઆક્રોશ રેલીમાં પોલીસને ખુલ્લાં ખુલ્લા ધમકી આપી:
“અહીં દારુ-ડ્રગ્સ વેચાય છે,તે સાફ સફાઇ થવી જરૂરી છે, બિજી વખત આવું ત્ચારે ચોખ્ખું ન દેખાયું તો અધિકારીઓ સસ્પેન્ડ થશે. મારા માણસો સામે આંખ ઉંચી કરીને જોશે તો હું છું અને તમે છો.”
આ ભાષા પ્રતિનિધિના દાયરાના શબ્દો નથી, પરંતુ સિસ્ટમને બંદક બનાવવાની માનસિકતા છે. જો મેવાણી પાસે પાકી માહિતી છે, તો તેઓ યાદી સાથે, પુરાવા સાથે, કાયદેસરની અરજી સાથે કેમ પોલીસ તંત્રને જવાબદાર બનાવતા નથી? કેમ જન ભાવનાની લહેર ચડાવવા બોલબચ્ચન અને સીધો ધમકીબાજીનો રસ્તો?
પરંતુ આખી વાર્તા ફક્ત અહીં પૂરી થતી નથી.
પોલીસ પરિવારો અચાનક રાત્રે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરે છે, પ્લેકાર્ડ સાથે રસ્તા પર ઉતરે છે… શું આ સ્વયંભૂ આક્રોશ?
નહીં. સ્પષ્ટપણે રાજકીય દોરી સંચાર નજરે પડે છે.
પોલીસ પરિવાર સત્તા પક્ષનો હાથો બની જઇ વિપક્ષ ને બદનામ કરવા મેદાન પડ્યું હોય તેવી છાપ ઉપસે છે.
જો પોલીસની આબરૂ અને ન્યાયનું જ એટલું દુખ હોય, તો
1000-2000ની લાંચમાં પકડાતા કોનસ્ટેબલ પર પરિવાર મૌન કેમ?
ગુજરાતમાં એકપણ IPS અધિકારી લાંચ લેતા પકડાયો છે?
મોટા અધિકારીઓને કેમ “દૂધના ધોયેલા” હોય છે?
મેવાણી ખોટા હોય તો સાબિત કરો.
રાજ્ય સરકારનાં આંકડા બતાવો કે કેટલી દારૂ અને ડ્રગ્સ ઝડપાય છે.
પરંતુ રાજકીય સિંહાસન માટે પોલીસ પરિવારને ઢાલ બનાવવી એ લોકશાહી વિરુદ્ધ ગુનો છે.
હાસું આવે છે કેમ કે કે મેવાણી એ આક્ષેપ કર્યો, તે જ વાત નો સ્વિકાર તો પહેલાં BJPના મંત્રી P.C. બરંડાએ કરી હતી. ત્યારે આજના આક્રોશિત પોલીસ પરિવાર ક્યાં હતાં?
ત્યારે ઇજ્જત દાવ પર નહોતી?
સત્તા-વિપક્ષ બદલાતા રહે છે, પરંતુ પોલીસ પરિવારની જવાબદારી નિષ્પક્ષ રહેવાની છે – તંત્રનું માન રાખો, પરંતુ પક્ષની દુકાન ન બનો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?