તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) 2025ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહ્યા. ચીનના સરકારી માધ્યમોએ ભારત અને મોદીના વખાણ કર્યા, સાથે જ અમેરિકાની કડક ટીકા કરી.
પ્રશ્ન એ છે કે ભારતને આ પ્રશંસાથી ખુશ થવું જોઈએ કે પછી સાવચેત રહેવું જોઈએ?
ચીનના અગ્રણી દૈનિક ગ્લોબલ ટાઈમ્સના તંત્રીલેખે અમેરિકાને આડે હાથ લીધું અને કહ્યું કે જો ભારત-ચીન પાડોશી તરીકે સંબંધ મજબૂત કરેતો અમેરિકાને અડચણ કેમ થાય? સાથે જ એ દાવો કર્યો કે અમેરિકાને ભારત પ્રત્યે કોઇ સન્માન નથી.
બીજી બાજુ, અમેરિકાના અખબારો એ મોદી-શી જિનપિંગની બેઠકને ટ્રમ્પની ટેરિફ નીતિના પરિણામ તરીકે વ્યાખ્યાયિત કરી. તેના જવાબમાં ચીનએ જણાવ્યું કે આ બેઠકો પ્રત્યાઘાતી નથી, પરંતુ ભારત-ચીનની ભૂ-કુટનીતિનો ભાગ છે.
પણ ઇતિહાસથી ચેતવણી મળે છે. 1954માં પંચશીલ કરાર કરી ‘હિન્દી-ચીની ભાઇ ભાઇ’નો નારો આપ્યા બાદ માત્ર આઠ વર્ષમાં 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું.
છેલ્લા બે દાયકામાં ચીનની વન બેલ્ટ, વન રોડ (OBOR) નીતિએ ભારતના પાડોશી દેશોમાં ઘૂસણખોરી વધારી છે. નેપાળમાં ડાબેરીઓ મજબૂત થયા, બાંગ્લાદેશમાં અમેરિકાની છત્રછાયા ઘટતા ચીન પ્રભાવશાળી બન્યું. શ્રીલંકા અને પાકિસ્તાનમાં બંદરોમાં મોટું રોકાણ કર્યું. માલદિવ્સ સાથે ભારતના સંબંધ ખરડાતા 2024માં, ચીનએ તરત જ પોતાના સંબંધ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો. મ્યાનમાર મારફતે ભારતના ઉત્તર-પૂર્વમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરે છે.
પૂર્વ સાંસદ સુબ્રમણિયન સ્વામીના આક્ષેપ મુજબ, ચીનએ ભારતની 4,067 ચો.કી.મી. જમીન કબજે કરી છે. ચીનએ LAC સુધી રેલવે લાઇન પાથરી દીધી છે અને અરુણાચલની સરહદ પાસે આખું ગામ વસાવી દીધું છે.
ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ચીન પાકિસ્તાનની બાજુએ ઊભું રહ્યું હતું. તાજેતરમાં ચીન-પાકિસ્તાન વચ્ચે F-35 જેટ ફાઇટર કરાર થયો છે અને ચીનએ પાકિસ્તાનને સાર્વભોમત્વની સુરક્ષાની ખાતરી આપી છે.
તો સવાલ એ છે કે – ભારત ચીન પર વિશ્વાસ કરી શકે?
આગળ વધતા ભારતને એક સંતુલિત ભૂ-કુટનીતિ અપનાવવી પડશે. ચીન પર આંધળો વિશ્વાસ પણ નહીં રાખવો અને અમેરિકા તરફ સંપૂર્ણ રીતે ઝુકવું પણ નહીં. વ્યૂહાત્મક સ્વતંત્રતા માટે ભારતને બંને સાથે સંબંધ જાળવી રાખવા પડશે, જેથી ચીન પર દબાણ રહી શકે.
સાથે સાથે ભારતને પાડોશી દેશો સાથેના સંબંધ સુધારવા અને SAARCની બેઠકોને ફરી જીવંત કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ.
જેમ કહેવાય છે, ખરા સમયે મિત્રની કસોટી થાય છે. પાકિસ્તાન એકસાથે અમેરિકા-ચીન-રશિયા સાથે સંબંધ જાળવે છે, તે ભારત ભૂલવું નહીં જોઈએ. ભારતે પણ બહુસ્તરીય કૂટનીતિ અપનાવી રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવી જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ