રાજ્યમાં રાજકીય કાદવઉછાળ શિયાળાની ગાઢ ઠંડી કરતાં પણ ઝડપથી ફેલાય છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બૂટલેગિંગ અને દારૂના ગોરખધંધાની ફરિયાદ કરવા નાગરિકોને વિડિયો મોકલવાની અપીલ શું કરી—રાજકારણમાં જાણે સીટી-મારીને બોલાવેલું વાવાઝોડુ આવી ગયું હોય તેવી સ્થિતિ બની ગઇ છે.
સાંભળવામાં તો સારો વિચાર—જનતાને જોડો, અપરાધ સામે સમયસર પગલાં લો.
પણ વાસ્તવિકતા શું?
વિપક્ષને એવું હથિયાર મળી ગયું કે સંઘવી પોતે રક્ષણમાં આવી ગયા.
કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી સીધી ચેલેન્જ પર આવી ગયા—
“૧૦૦ દિવસમાં સુરત ને દારૂ-ડ્રગ્સથી મુક્ત કરો.”
આ માત્ર રાજકીય નિવેદન નહોતું—તે સંઘવીની અપીલનો પોલિટિકલ કાઉન્ટર-એટેક હતો.
બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવા એ ભરૂચની ફેક્ટરીઓની યાદી જાહેર કરી દીધી—
જેમાંથી ડ્રગ્સ પકડાયું હતું. સૌથી ગંભીર આક્ષેપ તો આ કે કેટલીક ફેક્ટરીઓ ફરી ચાલુ થઈ ગઈ, અને “કોણે પરવાનગી આપી?” એ સવાલ સીધો સંઘવીની પાસે જ પહોંચ્યો.
એક બીજા કોંગ્રેસ નેતાએ દિલ્લી જઈ IMFL દારૂ ગુજરાતમાં કેવી રીતે પ્રવેશે છે તેનું લિસ્ટ ફરકાવી દીધું—
“એક ટ્રક પકડો, પાંચ ટ્રક છૂટી જાય”—એવો વિસ્ફોટક આક્ષેપ.
સંઘવીની આ અપીલ જાણે
સારા બેટ્સમેને ખોટો ફુલટોસ ફેંકી આપ્યો હોય
એવી હતી.
વિડિયો શેર કરો—એવું કહેતા પહેલા જો પોલીસ મશીનરી શાંતિથી, અસરકારક રીતે કામ પર ધ્યાન આપ્યું હોત તો એક્શન Actions Speaks Louder Than Words .
પરંતુ હવામાં તીર છોડાયા, અને હવે એ જ તીર સંઘવીના ગળામાં ફસાયું છે, જેમ માછલીનો કાંટો ફસાય.
સવાલ એ છે—વિપક્ષ એટલું સચોટ હથિયાર ક્યાંથી લઇ આવ્યું?
આક્ષેપોની ટાઈમિંગ, તીવ્રતા અને માહિતીની ચોકસાઈ જોઈને રાજકીય સાંઠગાંઠ હોવાનો ઇશારો કહી રહી છે કે—
“આ હુમલામાં વિપક્ષ માત્ર પ્યાદુ છે…
હથિયાર અને દિશા BJP ની અંદરથી મળી રહ્યું છે.”
કારણ સાદું છે:
હર્ષ સંઘવી યુવા છે, લોકપ્રિય છે, અને ઝડપી પ્રગતિએ ઘણા સિનિયર નેતાઓના હૈયામાં ધાડ પાડી છે.
તેમની ઇમેજ બગડે—એવા તીર લઇ કેટલાંક જૂથ તૈયાર બેઠાં છે.
સંઘવીની અપીલ, જે જનતાને જોડવા માટેનું જનસાયન્સ હતું, તે હવે રાજકીય રીતે બુમેરેંગ થઇ રહ્યું છે.
દારૂના ટ્રક, ડ્રગ્સના ગોડાઉન અને ફેક્ટરીઓના આક્ષેપો હવે માત્ર કાયદો અને વ્યવસ્થાની ખામીઓ નથી—
તે રાજકીય શસ્ત્રો છે,
અને હજી આ લડાઈ લાંબી ચાલવાની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?