જંગલ કોનું?
આ સવાલ આજે માત્ર સિદ્ધાંતનો નથી રહ્યો, પરંતુ પાડલિયા ગામની ઘટના પછી લોહી, તીર, પથ્થર અને પોલીસ બંદોબસ્ત સાથે જમીન પર ઊભો થયો છે.
બનાસકાંઠાના પાડલિયા ગામે જ્યારે વન અને મહેસૂલ વિભાગ પોલીસ સુરક્ષા હેઠળ જમીન ખાલી કરાવવા પહોંચ્યા, ત્યારે 500થી વધુ આદિવાસીઓએ વિરોધ કર્યો. પરિણામે 47 સરકારી કર્મચારીઓને ઇજા, વાહનોને નુકસાન અને એકવાર ફરીથી રાજ્ય સામે પ્રશ્ન—આદિવાસીઓ જાય તો જાય ક્યાં?
આ સવાલને સમજવા માટે ઇતિહાસ સાથે ઈમાનદારી જરૂરી છે.
શું દેશમાં ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ, 1927 લાગુ પડ્યા પછી જ જંગલો ઊભા થયા?
શું તે પહેલાં આ ભૂમિ રણ હતી?
ઇતિહાસ સાક્ષી છે કે આદિવાસીઓ—મૂળ હિન્દુસ્તાની, મૂળ ભારતીયો—સદીઓથી જંગલ સાથે સહઅસ્તિત્વમાં જીવ્યા છે.
ભગવાન રામે શબરીના હાથે બોર ખાધા ત્યારે વન વિભાગ અસ્તિત્વમાં નહોતો.
એક બાજુ સત્તાધારી તંત્ર બિરસા મુંડાને દેવરૂપે પ્રસ્તુત કરે છે, શતાબ્દિ ઉજવે છે,
અને બીજી બાજુ વનવાસીઓને જંગલમાંથી બહાર કાઢે છે—
આ કઈ પ્રકારની નીતિ છે?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંઘ પરિવાર આદિવાસીઓને ‘વનવાસી’ કહે છે,
પણ એ જ વનવાસીઓને જંગલમાંથી હટાવવાની કામગીરી વહીવટી તંત્ર કરે છે.
આ દેશમાં ફોરેસ્ટ રાઇટ એક્ટ, 2006 અમલમાં છે.
આ કાયદો આદિવાસીઓને જંગલમાં ખેતી, રહેઠાણ અને જીવિકાનો અધિકાર આપે છે.
તો પ્રશ્ન છે—
👉 કેટલા પરિવારોને જમીનની સનદ મળી?
👉 35,000થી વધુ અરજીઓ આજે પણ પેન્ડિંગ કેમ છે?
પાડલિયા ઘટના નવી નથી.
1990ના દાયકામાં ડાંગ જિલ્લામાં પણ જંગલ ખેતી અધિકાર મુદ્દે આવો જ સંઘર્ષ થયો હતો.
ત્યારે આસીફ અસરગલી એન્જિનિયરની આગેવાનીમાં આંદોલન ચાલ્યું.
ત્યારે પણ આદિવાસીઓને નકસલી ઠેરવવાની કોશિશ કરવામાં આવી.
આદિવાસીઓ સામે પોલીસ ફોર્સ ખડકી દેવાય છે,
પણ ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ સામે વહીવટ શા માટે નમી જાય છે?
રાજ્યમાં હજારો હેક્ટર જમીન પર દબાણ છે—
👉 ત્યાં કાર્યવાહી કેમ નથી?
👉 ગૌચર જમીન ઉદ્યોગપતિઓને આપતી વખતે કાયદો ક્યાં જાય છે?
ભૂરીયા સમિતિની ભલામણો સ્પષ્ટ કહે છે—
આદિવાસી વિસ્તારના વિકાસનો નિર્ણય ગ્રામસભાએ કરવો.
તો પાડલિયા ગામની 300 હેક્ટર જમીન ખાલી કરાવવાનો નિર્ણય કોણે લીધો?
શું ગ્રામ પંચાયતનો ઠરાવ છે?
ગીરના જંગલમાંથી પશુપાલકોને હટાવ્યા પછી આજે સિંહ માનવ વસાહતમાં ભટકે છે.
આ કુદરતની co-existence સિસ્ટમ તોડવાનું પરિણામ છે.
પ્રશ્ન એ પણ છે—
શું વન અધિકારીઓને ડર છે કે આદિવાસીઓ રહેશે તો તેમની કામગીરી પર નજર રહેશે?
કાયદો પ્રતિસંહારી (retrospective) રીતે લાગુ પડી શકે નહીં.
આદિવાસીઓ કોઈ ઘૂસણખોર નથી—
તેઓ જ આ જમીનના મૂળ વારસદાર છે.
બેનિફિટ ન્યૂઝ આદિવાસી હકો માટે સતત અવાજ ઉઠાવતું રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?