ભારતીય શેરબજારની મંદીએ એક પરિવારને પીંખી નાખ્યું, શું આ શરૂઆત છે?
આપણે ત્યાં એક કહેવત છે કોઈના મહેલ જોઇ આપણું ઝુપડું ન તોડાય. પરંતુ પૈસાની દોડ માંથી કોણ બાકાત રહી શક્યું છે. ગુરુવાર સાંજેગાંધીનગરના હરેશ એ પહેલા પત્ની, પછી પુત્રની હત્યા કરી, અને જાતે આત્મહત્યા કરવાની કોશિશ કરી, પત્ની અને પુત્ર મૃત્યુ પામ્યા, ભાઇજીવન મરણ વચ્ચે જોલા ખાય છે. પ્રાથમિક માહિતી પ્રમાણે એક સ્યુસાઇડ નોટ મળી છે જેમાં લખ્યું છે કે શેરબજારમાં નાણાં ડુબવાથી અંતિમપગલું ભર્યું છે.
હરેશભાઇ વાઘેલા એક સામાન્ય સલૂન માં નોકરી કરતાં હતાં અને તેમને શેરબજારની તેજી આંજી ગઇ લાગે છે, અથવા કોઇની વાતમાં આવીરાતો રાત પૈસાદાર થવાની લાય માં શેરબજારમાં રોકાણ કર્યુ, જેમાં કદાચ નાણાં ડુબી ગયાં.
ભારતીય શેરબજારમાં છેલ્લા બે માસમાં બજાર મંદીએ અજર ભરડો લીધો છે. મુંબઇ શેરબજારનું સેન્સેકસ, નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફટી૧૫ ટકા તૂટ્યું છે. મીડકેપ ઇન્ડેક્સ ૨૦.૩ ટકા, સ્મોલ કેપ ઇન્ડેક્સ ૨૪.૪ ટકા, માઇક્રકેપ ઇન્ડેક્સ ૨૩.૮ ટકા તૂટ્યો છે.
બજારના આંકડા પ્રમાણે ૨૦૨૫ની શરૂઆતના બે મહિનામાં ભારતીય શેરબજારનું ૯૪ લાખ કરોડનું માર્કેટ કેપીટલાઇઝેશન ધોવાઇ ગયું. FII બેમહિનાની અંદર રૂપીયા ૨.૮૧ લાખ કરોડ પાછા ખેંચી લિધા, કારણકે અમેરિકાના સરકારી બોન્ડમાં સારૂં વળતર મળી રહ્યું છે, તેના સામે સામેસ્થાનીક ઇનવેસ્ટમેન્ટ ઇનસ્ટીટ્યુટ્સની જોઇ તેવી લેવાલી જોવા મળી નહીં. LICના શેરબજારના રોકાણના માર્કેટ કેપીટલાઇઝેશનમાં ૧.૫ લાખકરોડનો ખાડો પડ્યો છે.
સવાલ એ છે કે દેશની રીઝર્વ બેન્ક, ભારત સરકારની નીતિ આયોગ, ભારતની તમામ મોટી બેન્કના અભ્યાસ, અર્થશાસ્ત્રના નિષ્ણાત કહેતાહોય કે માનતા હોય કે ભારતીય અર્થતંત્ર મજબૂત છે. તો વૈશ્વિક આર્થિક મંદી આવી રહી છે તેવી ભીતિ ના આધારે વેચવાલી કેમ? કેઅમેરિકાના ટેરિફથી ભારતને ખૂબ મોટા નુકસાનની ગણતરી ન હોય તો પછી ભારતીય શેરબજારમાં મંદી કેમ? બેન્કસના ત્રીમાસીક પરીણામોસારા નહીં આવે તેવા અંદાજના આધારે કેમ શેરમાં વેચવાલીનો મારો રહ્યો. જો બેન્કના પરિણામ સારા ન આવવા હોય તો અર્થતંત્ર મજબૂતીનીવાતનો આધાર શું છે? આવા અનેક સવાલ છે, જેના જવાબ મળતાં નથી. જે દિવસે શેરબજારમાં સૌથી મોટો કડાકો નોંધાયો, તેજ દિવસે સાંજેભારતીય GDP ના આંકડા જાહેર થયાં, સરકારના આંકડા પ્રમાણે ઓક્ટોબર થી ડિસેમ્બર ૨૦૨૪ના ગાળામાં GDP, તેના આગળના ત્રણમાસ કરતાં સારો રહેવાનો અંદાજ છે, ૬.૨ ટકા જેટલો, જે જુલાઇથી સપ્ટેમ્બરના GDP 5.4 ટકા કરતાં ઘણો ઉંચો છે, છતાં શેરબજાર તૂટે, આવાત ગળે ઉતરે તેમ નથી.
જે કારણો આગળ ધરીને શેરબજારમાં છેલ્લા બે મહિનાથી શેરબજારમાં મંદીનો માહોલ બનાવ્યો છે, શેરબજારના નિષ્ણાંતો તેને કરેકશન નામનીટર્મિનોલોજીથી વધાવે છે કે ઘણા સમયથી બજારમાં તેજી હતી, એટલે કરેક્શન આવવાનું જ હતું.
બે ખૂબ મોટા સવાલ ભારત સામે છે. શું દેશની આર્થિક વૃધ્ધિ ખરેખર એટલી ઉજળી છે, જે સરકાર કે રીઝર્વ બેન્ક બતાવે છે, જો હા, હોય તોશેરદલાલો કેમ વૈશ્વિક કારણો આગળ ધરી શેર વેચવાનો મારો ચલાવી બજાર તોડે છે. FII શેરબજારમાં થી રોકાણ પાછું ખેચતું હોય તે સમયેભારતીય નાણાકીય સંસ્થાઓ શેર ખરીદી તેને ટેકો આપવામાં કેમ નિષ્ફળ રહી, શું તેમના પાસે લિકવીડીટી નથી?
ભારતીય નાણાકીય સંસ્થાઓ, શેરદલાલો એ ભૂલી જાય છે દસ વર્ષ પહેલા ૧૪ ભારતીયો માંથી એક ભારતીય શેરબજારમાં રોકાણ ધરાવતોહતો, તે પ્રમાણ માં ધરખમ ફેરફાર થયો છે, આજે પાંચ ભારતીય માંથી એક ભારતીય શેરબજારમાં રોકાણ ધરાવે છે. લગભગ ૧૧ કરોડભારતીયોનું સીધુ રોકાણ છે, શેરબજારમાં.
થોડા સમય પહેલા સેબીના ધ્યાન પર આવ્યું હતું કે એક કરોડ જેટલા ભારતીયો એ લગભગ ૨૦ લાખ કરોડનું નૂકશાન વેઠ્યું, એટલે ભારતીયશેરબજારના ફ્યુચર એન્ડ ઓપશન ટ્રેડિંગના નિયમન કડક બનાવ્યાં.
હરેશ વાઘેલાના પરિવારની ઘટના એક જ બોધ આપે છે, શેરબજારમાં રોકાણ કરવાથી રાતોરાત કરોડપતી કે લખપતિ થવાતું નથી, પરંતુદેવામાં ડુબી જવાય છે. શેરબજારમાં ટુંકા ગાળાના રોકાણથી કોઇ નફો લઇ ઘરે ગયું નથી. માત્ર લાંબા ગાળાના રોકાણ, તે પણ ફન્ડામેન્ટસસમજી જેમણે રોકાણ કર્યું છે, તે જ કમાઇ છે. બિજાનું જોઇ, સાંભળી રોકાણ ન કરાય. તેમાં પણ ઉધારી કરીને કે સોના ના ઘરેણાં ગીરવે મૂકીધિરાણ મેળવી શેરબજારમાં રોકાણ કરવું હિતાવહ નથી. જેમણે ફ્યુચર ઓપશન્સના નિયમ ખબર ન હોય, તેમણે બિજાની સલાહથી તેમાં પડવુંહિતાવહ નથી.
દેશને શેરબજાર તૂટશે તો ચાલશે, કારણકે તે ફરી બેઠું થઇ શકે, પરંતુ સમાજ કે દેશને હરેશ વાઘેલાની જેમ પરીવાર પીંખાતા પોસાય નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?