ભારતનું આર્થિક ચિત્ર આજે અત્યંત વિરોધાભાસી છે. એક તરફ 8.2% GDP વૃદ્ધિ, વધતો ખાનગી વપરાશ, સેવાઓ ક્ષેત્રનું સારું પ્રદર્શન, અને બજારોમાં સકારાત્મક વલણ. બીજી તરફ ₹90 પ્રતિ ડોલર સુધી ગગડતો ભારતીય રૂપિયો, જે દેશની નાણાંકીય નબળાઈને નિર્દયતાથી ઉજાગર કરે છે.
આ તે જ રૂપિયા છે, જેના ધોવાવા પર 2013માં નરેન્દ્ર મોદી મજાક કરતા હતા, અને રૂ. 60-62ના સમયને “અર્થતંત્રની નિષ્ફળતા” કહેતા હતા. આજે રૂપિયા ₹90 પાર કરી ગયો જે ૨૦૧૩ -૧૪ ની સરખામણીએ અત્યંત નબળી સ્થિતિ છે, ત્યારે મોદી સાહેબ ચૂપ કેમ છે.
આખરે પ્રશ્ન એ છે કે જોરદાર GDP વૃદ્ધિ છતાં રૂપિયા કેમ નબળો પડી રહ્યો છે? અને કેમ સરકારે જનતાની પાસે 2013 જેટલી રાજકીય જવાબદારી રાખવાની હિંમત ગુમાવી દીધી?
1. સ્પેક્યુલેટર્સ અને ઇમ્પોર્ટર્સનું દબાણવિદેશી ચલણના બજારમાં સ્પેક્યુલેટરો ડોલરની જંગી માંગ ઉભી કરી રહ્યા છે. આયાતકર્તાઓ હેજિંગ કરી રહ્યા છે, ભવિષ્યમાં વધશે તે બિકે. આ ડોલર-ડિમાન્ડ રૂપિયા ઉપર તાત્કાલિક દબાણ બનાવે છે.
2. ભારત–અમેરિકા વેપાર કરારમાં વિલંબમોદી સરકાર વિવિધ વિષયો પર ભાષણો આપે છે, પરંતુ વેપાર કરાર પર ઘણા સમયથી કોઈ પ્રગતિ નથી, તે વિશે પણ ચૂપ. બજારમાં અનિશ્ચિતતા વધી રહી છે, અને રૂપિયા નબળો પડી રહ્યો છે.
3. સતત વેપાર ઘાટોભારતની 13 મહિના સતત ઘટતી નિકાસ, 14.75%નો ભારે પતન, જ્યારે આયાત માત્ર 3.88% ઘટી.
આથી વેપાર ઘાટો $11.6 બિલિયન સુધી પહોંચ્યો. ડોલરની માંગ વધે છે, રૂપિયા ઢળે છે— સિદ્ધાંત સરળ છે, પરંતુ સરકાર તેને રાજકીય રીતે સ્વીકારતી નથી.
ભારતની મોંઘવારી અમેરિકાથી વધુ છે. વધુ એક વખત ખરીદ શક્તિ ઘટી છે, તેની અસર પણ તૂટતા રૂપીયા માં દેખાઇ રહી છે.
સામાન્ય માણસ પણ શું અસર પડી શકે?અર્થશાસ્ત્રીઓની ગણત્રીએ રૂપીયો ઘસાવાથી શું થાય—
PATROL-ડિઝલ મોંઘુ, રોજ કમાણું કરનાર રિક્ષા ચાલક સુધી બોજ. રોજના 100 રૂપિયા વધારાનો ડીઝલ ખર્ચ, નાગરીકો ના ગજવામાં કાણું પાડશે.
વિદેશી શિક્ષણ અને રેમિટન્સ પ્રભાવિત. મધ્યમવર્ગના માતાપિતાને આ વર્ષે ડોલર દર વધવાથી સંતાનની ફી માટે ₹1.5–2 લાખ વધારે ચૂકવવા પડશે.
કેન્દ્રિય બેંક સતત ડોલર વેચીને રૂપિયા બચાવવાનો પ્રયાસ કરે છે. RBI ન હોત તો રૂપિયા ₹92-93 પાર કરી ગયો હોત.
પણ આ રાજકીય વિરોધાભાસ જળવાઈ રહે છે:
2013માં રૂપિયા તૂટતા વડાપ્રધાન બનવા આતુર નરેન્દ્રભાઈ સ્ટેજ પર ચડતા—"રુપિયા રડાવે છે" કહેતા.
2025માં રૂપિયા ₹90નું આંસુ ટપકાવે છે, અને સરકાર ચૂપ છે.
ઝબ્બર GDP હોવા છતાં રૂપિયા તૂટે તો સમસ્યા માત્ર બજારની નથી—તે નીતિઓની, ઘાટોનું સંચાલન, વિદેશી વેપારમાં નબળાઈ અને પસંદગીયુક્ત રાજકીય સ્મૃતિની પણ છે. દેશને સંપૂર્ણ સત્ય જોઈએ, માત્ર રેલીઓ નહિ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?