ભારતભરમાં સંસ્થાકિય આફતનો દોર ચાલે છે—પણ તે આફત પેપરમાં કે ડિબેટ ની ચર્ચામાં નથી, આ આફત મોતના સમાચાર લખી રહી છે. Election Commission દ્વારા અમલમાં મુકાયેલી Special Intensive Revision (SIR) of Electoral Rolls, જેનો હેતુ કહેવાય છે કે ગેરકાયદેસર ઘૂસણખોર ને મતદાર યાદી માંથી બાકાત કરવાનો છે, એ તો થાય ત્યારે, પરંતૂ આ પ્રક્રિયા આજે તો શિક્ષકો એટલે BLO ઓ ને મૃત્યુ તરફ ધકેલી રહી છે.
લોકશાહી બચાવવાનો દાવો કરનાર સિસ્ટમ જ લોકશાહીના સિપાહીઓને મારી રહી છે.
આ સપ્તાહે ફરી બે Booth Level Officers- શિક્ષક (BLOs) એ ભારે કાર્યદબાણ અને અસહ્ય તણાવ વચ્ચે આત્મહત્યા કરી—
ગિર સોમનાથના દેવડી ગામના શિક્ષક અરવિંદ
અને
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીની BLO શાંતિ મણી.
માત્ર એક સપ્તાહમાં ત્રણ આત્મહત્યા—આગળનાં કેસ રાજસ્થાન સહિત અન્ય રાજ્યમાંથી.
એક સપ્તાહ. ત્રણ મરણ. એક ક્રૂર સિસ્ટમ નું પરીણામ છે.
અરવિંદ, જે શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા, તેમના પર SIRની અતિશય દસ્તાવેજી કામગીરી, દરરોજ અટપટા ફોર્મની ચકાસણી, ડિજિટલ અપલોડ્સ, અને અંતહીન સૂચનાઓ નો માર નીચે દબાઇ ગયાં.
કુટુંબીજનો ફરિયાદ કરી કે અરવિંદભાઇની ઉંઘહરામ થઇ ગઇ ગતી, માનસિક અસ્વસ્થતા અને સજા મળવાની ભીતિને કારણે તે ભાંગી પડ્યા હતાં.
Suicide note, તેમણે તેમની વ્યથા ઠાલવી છે—દર એક ફાઇલ પાછળ એક જીવંત માનવી હોય છે.
બંગાળમાં શાંતિ મણી નું મૃત્યુ પણ એ જ અન્યાયી સિસ્ટમનું પરિણામ.
ભારે તણાવ, ભાષાકીય મુશ્કેલી, અને ભૂલ થવાની સતત ભયભીત સ્થિતિ—
કોઈ સપોર્ટ નહિ. કોઈ માનવતા નહીં. માત્ર દબાણ.
દેશમાં BLOઓ હવે ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે:
“IAS અધિકારી SIR ફીલ્ડવર્ક કરી જોઈ લે—ત્યારે સમજાશે કેટલું અશક્ય છે આ કાર્ય”
યથાર્થ એ છે કે આ સમગ્ર પ્રક્રિયા પર રાજકીય લાભ મેળવવાનો આરોપ પણ ચર્ચામાં છે—
શું આ વોટર લિસ્ટ સોશિયલ એન્જિનિયરિંગનું સાધન છે?
શું સત્તા પક્ષને લાભ આપવા આ SIRનો ઉપયોગ થાય છે?
જો એ સાચું હોય, તો કિંમત લોહી છે.
અર્વિંદ. શાંતિ મણી. અને બીજા ત્રણ.
અલગ રાજ્ય— એક જ પીડા.
અલગ કુટુંબ— એક જ વિનાશ.
રાષ્ટ્રે પૂછવું જ પડશે—
જ્યારે BLO કામના દબાણમાં મૃત્યુ વહાલું કરે, જવાબદાર કોણ?
ચેતવણી છતાં સુધારણા ન લાવનાર સિસ્ટમની જવાબદારી કોણ લેશે?
લોકશાહીનું રક્ષણ મરણથી થશે કે માનવતા થી?
આ પ્રશાસકિય નિષ્ફળતા નહીં—આ નૈતિક પતન છે.
ભારતની લોકશાહી મૃત શિક્ષકો અને તૂટી પડેલા કર્મચારીઓ પર જીવી શકતી નથી.
જો આ મોત સિસ્ટમને ન હચમચાવે, તો કશું નહિ હચમચાવે.
જો હવે સુધારો નહિ થાય, તો આગળ વધુ કફન માટે તૈયાર રહેવું પડશે.
અને હવે વધુ કોઇ BLO હોમાય — નિસ્તેજ અને સંવેદનહિન નાગરીકો પણ દોષિત ગણાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?