ગુજરાતમાં દારૂબંધી કાગળ પર છે, હકીકતમાં નહીં — અને તેનું સૌથી જીવંત ઉદાહરણ છે પોલીસ ફોર્સમાં ફેલાયેલું અશિસ્ત અને રાજકીય હસ્તક્ષેપ. તાજેતરમાં લિલિયા અને વડાલી જેવી બે ઘટનાઓએ ફરીથી ગુજરાત પોલીસની આંતરિક બેદરકારી જાહેર કરી છે. ફરજ પર હોય ત્યારે દારુના નશામાં ધૂત પોલીસકર્મીઓ, લોકજાગૃતિના તહેવારોમાં શરમજનક દૃશ્ય બનીને સામે આવ્યા છે.
આ બંને કેસમાં જિલ્લા પોલીસ વડાઓએ તાત્કાલિક પગલાં લીધા — એકને સસ્પેન્ડ, બીજાને ધરપકડ. પરંતુ આ કડકાઈ દેખાવા જેટલી જ છે. અમુક મહિનાઓ પછી મેડિકલ રિપોર્ટમાં “દારુનો દ પણ ન મળ્યો” કહી, કેસો દબાઈ જાય તે નવો ચમત્કાર નહીં ગણાય.
પ્રશ્ન એ છે કે જ્યારે રાજ્યના વડા દારૂબંધીની વાતો ડંકાની ચોટ પર કરે છે, ત્યારે ફરજ પર દારુ પીતા કર્મચારીને આ હિંમત ક્યાંથી મળે છે? તેનો એક જ જવાબ છે — અનુશાસનનું ખતમ થવું અને સિસ્ટમમાં વ્યાપક ભ્રષ્ટાચાર.
કોરોના કાળ દરમિયાન જ અનેક કિસ્સાઓ બહાર આવ્યા હતા કે પોલીસ જ બુટલેગરોની હેરાફેરીમાં સાથ આપતી હતી. ઘણીવાર તો civil ડ્રેસમાં પોલીસ દારુના ટ્રકોને એસ્કોર્ટ કરતી હોવાનું ખુલ્યું છે. કચ્છના નીતાચૌધરી કેસ એ પણ સિસ્ટમની ગંદકીની યાદ અપાવે છે.
જ્યારે વાડ જ ચીભડાને ગળે છે, એટલે કે કાયદો જ કાયદાભંગ કરે છે, ત્યારે આખી વ્યવસ્થાનો આત્મવિશ્વાસ ખૂટી જાય છે. આજે ગુજરાતની પોલીસ એવી સ્થિતિમાં પહોંચી ગઈ છે જ્યાં ગુન્હેગારોને પોલીસનો ડર નથી અને સામાન્ય નાગરિકને પોલીસ પર વિશ્વાસ નથી.
ગુજરાતની પોલીસ ફોર્સને પુનઃસંયોજિત કરવાની જરૂર છે — રાજકીય દબાણથી મુક્તિ, મેરીટ આધારિત પ્રમોશન અને શૂન્ય સહનશીલતા સાથે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન. પોલિસમાં ફરજનું સન્માન પાછું લાવવું હવે રાજ્યની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયું છે.
નવો યુવા ગૃહમંત્રી આ તંત્રને શુદ્ધ કરવા માટે એક તક તરીકે જોવી જોઈએ. રીફોર્મ્સ વિના પોલીસ ફોર્સનું મનોબળ ઉંચું નહીં ઉઠે, અને દારૂબંધી જેવી ધારા માટે પ્રતિબદ્ધતા જરૂરી નહિંતર પણ માત્ર મજાક બની રહેશે. સમય આવી ગયો છે કે શિસ્તને બોલતા નહીં, જીવતા કરી બતાવવાની જરૂર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ