સત્તા પક્ષના નેતાઓ, કાર્યકર અને ધારાસભ્યો જ્યારે Good Governance ના નારા પાછળ છુપાયેલી હકીકતનું નગ્ન સત્ય બહાર પાડી દે, ત્યારે સમજવું જોઈએ કે “બધું સરસ છે” કહેવાનો ઢોંગ હવે ચાલશે નહીં. આ રાજ્યમાં હવે વિપક્ષની જરૂર જ નથી, કારણ કે વિપક્ષનું કામ સત્તા પક્ષના સભ્યો જ કરી નાખે છે.
દાહોદ જિલ્લામાં થયેલી સમીક્ષા બેઠકમાં, વન અને પર્યાવરણ તથા જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતા હેઠળ, જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયાએ જે ફરિયાદ કરી, તે સમગ્ર Good Governanceના દાવા ના ચિથરે ચિથરા કાઢી નાખે છે.
DDO મીટીંગમાં હાજર જ ન રહે, પ્રજા પ્રતિનિધિની વાત સાંભળે નહિ, અને સાડા ત્રણ લાખ પ્રજાનું પ્રતિનિધિત્વ કરનારા ધારાસભ્યને અવગણે — આ only Gujarat model of administration?
આવો આક્ષેપ સત્તા પક્ષના ધારાસભ્ય કરે, તો સ્પષ્ટ સંદેશ એ છે કે વહિવટી તંત્ર પાટા પરથી ઊતરી ગયું છે.
અધિકારીઓના વલણમાં એ હિંમત ક્યાંથી આવે કે તેઓ પ્રજાના પ્રતિનિધિઓને ગણતરીમાં જ ન લે?
ઉત્તર સરળ છે — ગાંધીનગરમાં ખાસ સલાહકારો, બ્યુરોક્રેટ્સ અને ટોપ નેતાઓ સાથે “સેટિંગ” હોય એટલું પૂરતું છે, બાકીની પ્રજા અને તેના પ્રતિનિધિઓ? — Zero value.
1990માં સુરત પૂર્વના ભાજપના ધારાસભ્ય મદનલાલ કાપડિયાએ સ્પષ્ટ કહ્યું હતું કે:
“પ્રજા પ્રતિનિધિ લોકશાહી અને પ્રજાના ટ્રસ્ટી છે, અધિકારીઓ તેમને જવાબદાર છે.”
આજે તે જ ટ્રસ્ટી પ્રજા અને અધિકારીઓના ભોગ બન્યા છે.
માત્ર ભૂરીયા નહીં —
ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ઘણીવાર મંચ પરથી અધિકારીઓને જાહેરમાં ખખડાવતાં વિડિયો વાયરલ થયાં છે.
આ એકાદ જગ્યાની વાત નથી — રાજ્યભરમાં અસંતુષ્ટિના ગાજા વાગી રહ્યા છે.
પ્રજાના પ્રતિનિધિઓએ સમજવું પડશે:
ફરિયાદ કર્યા થી કાંઈ નહિ થાય,
વહિવટી રીતે અધિકારીઓને કાન આમળવા પડશે.
મીટીંગમાં જ નહિ — પ્રજાની સામે ખુલ્લેઆમ જવાબ માંગવો પડશે.
જ્યારે અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ ગાંધિનગર માં બેઠેલા નેતાઓની ઇચ્છા પ્રમાણે થાય, ત્યારે તેઓ સ્થાનિક પ્રતિનિધિઓને લાત મારે, ઇતિહાસ સાક્ષી છે.
જે દિવસે ધારાસભ્યો પોતાના સત્તા પક્ષના નેતાઓને પણ સવાલ પૂછવા તૈયાર થશે, એ દિવસે જ અધિકારીઓ પૂછડી દબાવી કામે લાગી જશે.
Good Governance એવોર્ડથી પ્રસિધ્ધી મળે,
પણ Good Governanceનો અનુભવ તો જમીન પર થાય તો જ સાચુ કહેવાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?