AI video: કોંગ્રેસની હાર, અદાણીની જીત?
શું આ દેશમાં હવે રાજકીય પ્રચાર અને પ્રસાર કરવો ગુન્હો બની ગયો છે?
જો એવું જ હોય, તો ભારતના રાજકીય ઇતિહાસમાં થયેલા અનેક મોટા કૌભાંડો કેવી રીતે સમજવા?
બોફોર્સ કાંડમાં ગાંધી પરિવાર સામે દાયકાઓ સુધી જાહેર આરોપ થયા, પણ એક પણ આરોપ કોર્ટમાં પુરવાર થયો નથી.
2G સ્પેક્ટ્રમ કાંડમાં જેમના નામો ગાજ્યા, તે તમામ નેતાઓ સીબીઆઇ કોર્ટમાંથી નિર્દોષ છૂટી ગયા.
તાજેતરમાં જ દિલ્લીની અદાલતે નેશનલ હેરાલ્ડ કેસમાં EDની ચાર્જશીટને માત્ર “આક્ષેપબાજી” ગણાવી ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો.
છતાં, આજના ભારતમાં કોઇ ઉદ્યોગપતિ કે સત્તાધારી પક્ષની નજીકના વ્યક્તિ સામે રાજકીય આક્ષેપ થાય, તો કોર્ટ તાત્કાલિક હરકતમાં આવે છે.
પ્રશ્ન એ છે—
શું ઉદ્યોગપતિની આબરુ મહત્વની છે, અને સામાન્ય નાગરિકની નહીં?
કોંગ્રેસ પક્ષે ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની નજીકતાને લઈ એક AI આધારિત વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પ્રસારિત કર્યો.
આને અદાણી તરફથી માનહાનિ ગણાવી, અમદાવાદ ગ્રામ્ય સિવિલ કોર્ટમાં કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા અને ઉદય ભાનુ સામે કેસ દાખલ થયો.
આશ્ચર્યજનક વાત એ છે કે, વિરોધી પક્ષને સાંભળ્યા પહેલાં જ, કોર્ટે 48 કલાકમાં વીડિયો હટાવવાનો આદેશ આપી દીધો.
17 ડિસેમ્બરે અપલોડ થયેલો વીડિયો, 19 ડિસેમ્બરે હટાવવા કોર્ટનો હુકમ—
આટલી ઝડપી ન્યાયપ્રક્રિયા સામાન્ય નાગરિકના કેસમાં ક્યારે જોવા મળે છે?
ગરીબની જમીન ઉદ્યોગપતિ હડપ કરે—કેસ વર્ષો ચાલે.
સરકારી કર્મચારીને અન્યાય થાય—કેસ લટકે.
પરંતુ મોટા ઉદ્યોગપતિ કે સત્તાની નજીકના લોકોની ઇજ્જત જોખમમાં પડે, તો કોર્ટ તાત્કાલિક જાગે છે.
આદેશમાં એટલું જ નહીં, કોર્ટે અદાણીને છૂટ આપી કે જો વીડિયો ન ઉતારાય, તો IT Rules 2021 હેઠળ કાર્યવાહી થઈ શકે.
પ્રશ્ન ફરી ઊભો થાય છે—
શું રાજકીય આક્ષેપ કરવો અને પ્રશ્ન પૂછવો હવે ડિજિટલ ગુન્હો ગણાશે?
ગૌતમ અદાણીના ઉદ્યોગસાહસ પર શંકા નથી.
તેમની વૈશ્વિક હાજરી ભારત માટે ગૌરવની બાબત છે.
પરંતુ રાજકીય આક્ષેપનો જવાબ કોર્ટ નહીં, પુરાવાથી આવવો જોઇએ—આ લોકશાહીનો મૂળ સિદ્ધાંત છે.
જ્યારે સોનિયા ગાંધીને “જર્સી ગાય” કહેવાયા,
મનમોહન સિંહને “મૌની બાબા” કહેવાયા,
રાહુલ ગાંધીને “પપ્પુ” તરીકે ચિતરાયા—
ત્યારે કોંગ્રેસે કોર્ટના દ્વાર ન ખખડાવ્યાં, તેમાં કોર્ટનો શું વાંક?
કોર્ટ નિષ્પક્ષ છે, તેમાં શંકા નથી.
પણ ન્યાય જો પસંદગીભર્યો લાગે, તો પ્રશ્ન ઊભા થાય જ.
આ દેશ માત્ર ઉદ્યોગપતિઓનો નથી—
આ દેશ સામાન્ય નાગરિકનો પણ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?